________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* 33. હિણ્યગર્ભ
સુકોશલપ્રિયા ચિત્રમાલાએ પુત્રને જન્મ આપ્યો.
પુત્રનું નામ ‘હિરણ્યગર્ભ' રાખવામાં આવ્યું. કાળક્રમે હિરણ્યગર્ભ યૌવનવયમાં આવ્યો.
ચિત્રમાલાએ મૃગાવતી નામની સુશીલ રાજકન્યા સાથે હિરણ્યગર્ભનું લગ્ન કર્યું. હિરણ્યગર્ભે રાજ્યનો વહીવટ સંપૂર્ણતયા સંભાળી લીધો. માતા ચિત્રમાલાએ આત્મસાધનામાં ચિત્ત પરોવ્યું.
વર્ષોને વીતતાં કેટલી વાર? હિરણ્યગર્ભ વૃદ્ધાવસ્થાને આરે આવી પહોંચ્યો. પરંતુ સુખવૈભવના નશામાં, માનવ જિંદગીનો તે સદુપયોગ ન કરી શક્યો. હા, ક્યારેક ક્યારેક પોતાના ચારિત્રી પૂર્વજોની પરંપરા તેની સ્મૃતિમાં ઊભરાઈ આવતી અને અલ્પ ક્ષણોમાં ઓસરી જતી. હા, એ સ્મૃતિની સૂક્ષ્મ ચિનગારીઓ ક્યાંક ક્યાંક રહી જતી હતી.
રાણી મૃગાવતીનો પ્રેમ હજુ પણ એવો જ અસ્ખલિત ધારાએ વહી રહ્યો હતો.
એ પ્રેમના પ્રવાહમાં હિરણ્યગર્ભ મત્ત બનીને મહાલી રહ્યો હતો. રોજ મૃગાવતી હિરણ્યગર્ભની કેશભૂષા અને વસ્ત્રભૂષા કરતી, પતિની સેવામાં નિરંતર રત રહેતી. તેને મન પતિ એ જ સર્વસ્વ હતું. એને જે કંઈ પ્રિય હતું તે બધું જ તે પોતાના પતિમાંથી પ્રાપ્ત કરતી.
એક પ્રભાતે, વિભૂષાગૃહમાં મૃગાવતી હિરણ્યગર્ભની કેશભૂષા કરવામાં તલ્લીન હતી, ત્યાં અચાનક તેની નજરમાં હિરણ્યગર્ભના માથે ‘સફેદ વાળ’ દેખાયો અને તે સહસા બોલી ઊઠી:
‘નાથ, દૂત આવ્યો!'
‘ક્યાં છે?’ હિરણ્યગર્ભે દ્વાર તરફ દૃષ્ટિ કરી. તેણે આગળ-પાછળ જોયું, તો કોઈ મનુષ્ય ન દેખાયો. તેણે મૃગાવતી સામે જોયું... મૃગાવતી ખડખડાટ હસી પડી.
‘દૂત દ્વાર પર નથી, આજુબાજુ નથી, ઉપર છે.’ મૃગાવતીએ હિરણ્યગર્ભનું કુતૂહલ વધારી દીધું. રાજાએ ઉપર જોયું, ત્યાં તો રત્નજડિત ઝુમ્મરો અને છત પર આલેખિત નયનરમ્ય ચિત્રાવલ હતી!
‘આ રહ્યો દૂત!' કહેતાં મૃગાવતીએ કુશળતાથી પતિના માથેથી સફેદ વાળ તોડીને હિરણ્યગર્ભના હાથમાં મૂક્યો.
For Private And Personal Use Only