________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૪
મા
સુકોશલને જોતાં જ વાઘણની વૈરવૃત્તિ જાગી ઊઠી. તેનું કલ્પાંતકાળ સમું ડાચું પહોળું થયું. પર્વતશિલાઓને ફાડી નાંખે તેવી ત્રાડ પાડી તેણે છલાંગ મારી. એક, બે અને ત્રણ છલાંગે તો તે બંને મહાત્માઓની નજીક આવી પડી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં વાધણની ગર્જના થઈ ત્યાં જ બંને મહાત્માઓ સાવધાન બની ગયા. તેમને કંઈ ભાગવાનું ન હતું. તેમને વાઘણથી કંઈ ડરવાનું ન હતું! કે વાધણથી દેહનું રક્ષણ કરવાનું ન હતું!
એ તો સાવધાન થયા આત્મ-સમાધિ માટે, દેહોત્સર્ગ સમયે સમતાની સિદ્ધિ માટે.
બંને મહાત્માઓ ધ્યાનસ્થ બનીને ઊભા રહી ગયા. જગતની તમામ જીવસૃષ્ટિને ખમાવી દઈ, પરમકૃપાળુ પરમાત્મા જિનેશ્વરદેવના ધ્યાનમાં લીન થઈ ગયા. તેઓની આત્મસૃષ્ટિમાંથી જગતના તમામ પદાર્થો દૂર થઈ ગયા. યાવદ્ પોતાનો દેહ પણ દૂર થઈ ગયો. પરબ્રહ્મમાં લીનતાને સિદ્ધ કરી લીધી.
વાઘણે છલાંગ મારી, તેના ક્રૂર પંજા મહાત્મા સુકોશલના દેહ પર તૂટી પડ્યા. મુનિનો દેહ ધરણીતલ પર ઢળી પડ્યો. આત્મા તો પરમબ્રહ્મની લીનતામાં ઊંચે આરોહણ કરતો હતો.
ચટ્...ચટ્...ચટ્... ચામડાં ચીર્યાં...
ગ...ગર્...ગ...રુધિર પીધાં...
ત્રટ્...ત્ર...ત્રટ્...માંસના લોચા તોડ્યા. હોંશે હોંશે ખાધા.
જુઓ, આ એક વખતની સ્નેહસભર મા! પુત્ર ખાતર પાગલ બની જનારી મા! જે પુત્રને એક વા૨ પોતાના હૃદયનું અમૃતપાન કરાવનારી આજે એ પુત્રના દેહનું રુધિર પીને બદલો લઈ રહી છે! જે પુત્રના દેહને ગોદમાં લઈ હુલરાવનારી મા... આજે પુત્રના દેહનું માંસ ફાડી ફાડીને ખાઈ રહી છે! જે પુત્રના દેહચર્મને ચુંબનથી આલિંગન દેનારી મા... આજે એ પુત્રના દેહચર્મને કસાઈની જેમ ચીરી રહી છે!
આ છે સંસાર, સંસારના પરિણામ-દારૂણ સ્નેહ-સંબંધો! પરિણામદર્શી જ્ઞાની આત્માઓ સંસારને... અને સંસારના સ્નેહસંબંધોને છોડી જાય છે, તે આ માટે.
‘સંસારના સ્નેહ-સંબંધોમાં વિવેકશૂન્ય બની અમે કોઈ પણ જીવ સાથે અન્યાય કરનાર ન બની જઈએ...' આ વિશાળ દૃષ્ટિ જ્ઞાની પુરુષોને સંસારના સ્નેહ-સંબંધોથી મુક્ત બનાવે છે.
For Private And Personal Use Only