________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૦૩ માંડ્યું. એક પછી એક શિખરો વટાવતાં તેઓ એક વિશાળ ગુફાને દ્વારે આવી પહોંચ્યા.
એક મોટી શિલાને જ કોરીને ગુફા બનાવવામાં આવી હતી. ગુફામાં મનોરમ શિલ્પકળાનાં દર્શન થતાં હતાં. વિશેષતા તો એ હતી કે એ જ શિલામાં એક ભવ્ય જિનમૂર્તિ બનાવવામાં આવી હતી.
નીરવ શાંતિ હતી. સાધનાનુકૂળ વાતાવરણ ઊપસેલું હતું. બંને મહાત્માઓએ ગુફાના અધિષ્ઠાયકની અનુજ્ઞા પ્રાર્થના કરી શ્રી જિનેશ્વર ભગવંતની ભાવઅર્ચના કરી અને ધ્યાનોપાસનાનો આરંભ કર્યો.
ન હતું ખાવાનું કે ન હતું પીવાનું! ચાર મહિનાના ઉપવાસ! એક જ કામ હતું. આત્માને પરમાત્મભાવ સાથે જોડી દેવાનું. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ તેઓને અગમ-અગોચર અનુભવ - પ્રકાશ પ્રાપ્ત થવા લાગ્યો. સહજ જ્ઞાનસ્કુરણ પ્રગટવા લાગ્યાં. અનુપમ આનંદાભૂતિ થવા લાગી.
તેઓ આ જ સૃષ્ટિ પર હોવા છતાં આ સૃષ્ટિ પર વિલસી રહેલા અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા વગેરે અસંખ્ય પાપપિશાચો, એ ગિરિગુફામાં રહેલી હૃદયગુફાઓના દ્વારે પણ ડોકાઈ શકતા ન હતા.
તેમની આસુરી શક્તિ મહાત્માઓની અનંત આત્મશક્તિ આગળ લાચાર બનીને રખડી રહી હતી,
મહાત્મા સુકોશલનું આત્મબળ ઝગારા મારી રહ્યું હતું. વીતરાગની જ્યોતિ તેમની નિકટ આવી રહી હતી. આત્મસુખનો સાગર હિલોળે ચઢ્યો હતો.
ચાર માસ પૂર્ણ થયા.
બંને મહાત્માઓએ ગગ કંઠે ભક્તિભર્યા હૈયે ભગવંત શ્રી જિનેશ્વરદેવનાં ચરણોમાં ભક્તિનાં પુષ્પ ચઢાવ્યાં. રોમાંચિત શરીરે બંને ગુફાની બહાર નીકળ્યા. વસંત પર્વતની વનરાજીઓએ નમીનમીને બંને યોગીશ્વરોનું સ્વાગત કર્યું. પક્ષીઓએ પ્રદક્ષિણા કરી.
પરમબ્રહ્મ તૃપ્તિનો અનુભવ કરતા, ધ્યાનસુધાનો ઓડકાર પરંપરાનો આસ્વાદ કરતા પિતા પુત્ર વસંતાદ્રિ પરથી ઊતરવા લાગ્યા.
તેમની દૃષ્ટિ ભૂમિ પર મંડાઈ હતી. એટલામાં એક વાઘણની દૃષ્ટિ તેમના પર મંડાઈ.
એ જ વાઘણ... માનવજીવનને હારી ગયેલી સહદેવીનો આત્મા!
For Private And Personal Use Only