________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન રામાયણ
૩૦૧
તફાવત એટલો છે કે મારો જન્મ થયા પછી પિતાજીએ રાજ્યાભિષેક કર્યો હતો, હું ગર્ભસ્થ પુત્રનો અભિષેક કરવા માગું છું!'
આપ થોડાંક વર્ષ રહી જાઓ એવી મારી નમ્રતાભરી વિનંતી છે' ચિત્રમાલાની આંખમાં આંસુ ઊભરાયાં.
‘તમે શોક ન કરો. તમે મારા અંતરાત્માથી પરિચિત છો. મારૂં દિલ સંસારવાસમાં હવે રહી શકે એમ નથી. હવે એક ક્ષણ પણ મને આકરી લાગી રહી છે. એકાંતે આત્મપરાયણ બનીને કર્મોનાં બંધનો તોડીને, પરમપદને પ્રાપ્ત કરી લેવાની તીવ્ર ભાવના જાગી ઊઠી છે. હવે મને સંસારવાસમાં રોકીને તમે મને સુખી કરી શકશો? તમને પણ હું શું સુખ આપી શકીશ?' સુકોશલે ચિત્રમાલાની સામે જોયું.
અત્યાર સુધી મૌન રહીને સાંભળી રહેલા રાજર્ષિએ મધુર વાણીમાં ચિત્રમાલાને કહ્યું :
‘હે ભાગ્યવંતી! સુકોશલના શ્રેયના માર્ગમાં તમારે સાથ આપવો જોઈએ. પરમાત્મા જિનેશ્વર દેવના શાસનને સમજેલા આત્માનું એ જ કર્તવ્ય હોય.'
બસ, હવે ચિત્રમાલાને કંઈ બોલવાનું સૂઝયું નહિ. તેણે મહર્ષિને અંજલિ જોડીને તેઓશ્રીનું વચન સ્વીકારી લીધું. મંત્રીવર્ગે પણ મૌન રહીને પોતાની અનુમતિ પ્રદર્શિત કરી. એકઠાં થયેલાં હજારો નરનારીઓ તો પોતાના લાડીલા યુવાન મહારાજાને ચારિત્ર લેવા તૈયાર થયેલા જોઈ ચોધાર આંસુએ રડી રહ્યાં. મહારાજા સુકોશલે ત્યાં સહુને જીવનના મહાન કર્તવ્યને સમજાવ્યું. આત્મતત્ત્વની ઓળખ કરાવી. કર્મનાં બંધનોથી મુક્ત કરવાની પ્રેરણા આપી. ત્યાં જ ગર્ભસ્થ પુત્રનો રાજ્યાભિષેક કરીને મહારાજા સુકોશલે રાજર્ષિ કીર્તિધર પાસે સંયમ સ્વીકારી લીધું.
દીક્ષાના સમાચાર વાયુવેગે સહદેવીને મળી ગયા. તે ધરણી પર ઢળી પડી. દાસીઓએ શીતળ જલનો છંટકાવ કરીને વાયુના વીંઝણા ઢાળીને સભાન કરી, પરંતુ તેનું કલ્પાંત મંદ ન પડ્યું. ક્ષણે-ક્ષણે, દિવસે-દિવસે અને મહિનેમહિને કલ્પાંતની વેદના વધતી ગઈ. ચિત્રમાલાએ ઘણું ઘણું આશ્વાસન આપ્યું, પરંતુ નિષ્ફળ! મંત્રીમંડળે વારંવાર સમજૂતી કરી, પરંતુ નિરાશા! એ ઝૂરતી જ રહી, ઝૂરતી જ રહી.
તેણે ખાવાનું ત્યજી દીધું, નહાવાનું ત્યજી દીધું, ફરવાનું ત્યજી દીધું. ક્યારેક તે રાગાકુલ બની પુત્ર સુકોશલને યાદ કરતી હૈયાફાટ રૂદન કરવા
For Private And Personal Use Only