________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
મા
મહામુનિ સમક્ષ આવી. વિધિપૂર્વક વંદન કરી, તે યોગ્ય જગ્યાએ બેઠી. એની પાછળ પરિવાર પણ બેસી ગયો.
મહારાજા સુકોશલ મહર્ષિના ચરણ પકડીને બેઠા હતા.
મૌન પથરાયું. કોઈ કાંઈ બોલતું નથી. ત્યાં મહામંત્રી મંત્રીમંડળ સાથે આવી પહોંચ્યા. રાજર્ષિને વંદન કરી તેઓ મહારાજા સુકોશલની સામે વિનયપૂર્વક બેઠા.
પ્રભુ, આપે અયોધ્યામાં પધારી અમારા પર મહાન કૃપા કરી. અજ્ઞાન સેવકોએ આપને ઓળખ્યા નહીં. આપની સાથે અનુચિત વર્તાવ કર્યો, આપ કૃપાસાગર છો. અમારી ભૂલને ક્ષમા કરશો.' મહાઅમાત્યે અંજલિ જોડીને ક્ષમાયાચના ફરી.
‘મહામંત્રી, સેવકોએ ઉચિત જ કર્યું છે. આવો પ્રસંગ આપીને તેઓ મારા કર્મનો ક્ષય કરવામાં સહાયક બન્યા છે!' મહામુનિએ મુખ પર આછેરૂં સ્મિત કરીને કહ્યું.
‘પ્રભો! સહાયક સેવકો નથી થયા, મારી માતા થઈ છે!’ સુકોશલે સ્પષ્ટતા
કરી.
એમાં પણ આપના પ્રત્યેનો માતાનો સ્નેહ નિમિત્ત બન્યો છે. કૃપાનાથ!' મહામંત્રીએ મહારાજાની સામે જોઈને કહ્યું.
'એ સ્નેહ સાચો સ્નેહ નથી, પરંતુ સ્વાર્થ છે, મહામંત્રી! સંસારમાં સાચો સ્નેહ હોય પણ ક્યાંથી? સંસાર નામ જ એનું કે જ્યાં સ્વાર્થ સાધવાની જ રમતો રમાતી હોય, માટે ખરેખર તો સંસારવાસ જ સર્વ પાપોનું કારણ છે. માટે મારે આ સંસા૨થી જ સર્યું. હું સંસારનો ત્યાગ કરી પિતાજીનાં ચરણોમાં જીવન અર્પણ કરવા તૈયાર થયો છું.'
નાથ, પણ આમ રાજ્યને રઝળતું મૂકી આપે ચારિત્ર લેવું યોગ્ય નથી. રાજા વગરના રાજ્યની શી સ્થિતિ થાય, તે શું આપ નથી જાણતા?' ચિત્રમાલાએ ગદ્ગદ્ સ્વરે સુકોશલને વિનંતી કરી.
‘દેવી, રાજ્યનો વારસદાર ગર્ભસ્થ છે. એટલે રાજ્ય સત્તાથ જ છે. હું ગર્ભસ્થ પુત્રનો રાજ્યાભિષેક કરીશ.' સુકોશલે માર્ગ બતાવ્યો.
‘પરંતુ આપ પિતાજીનો જ વિચાર કરો. તેઓએ આપનો રાજ્યાભિષેક કરીને પછી જ ચારિત્ર સ્વીકાર્યું હતું.' ચિત્રમાલાએ રાજર્ષિની સામે જોઈને કહ્યું. ‘તમારી વાત સાચી છે. હું પણ પુત્રનો રાજ્યાભિષેક કરાવવા માંગું છું.
For Private And Personal Use Only