________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
મા?
ખરેખર સહદેવીનો શો ગુનો હતો? તેને પુત્રનેહની વાસના સતાવતી હતી. એ વાસનાએ એને રાજર્ષિ પર દ્વેષ કરાવ્યો. આમને જોઈને પુત્ર પણ ચારિત્ર લઈ લેશે.. પછી મારું કોણ? ખરેખર તો વાસના ગુનેગાર હતી. સહદેવીનો આત્મા તો નિમિત્ત માત્ર હતો.
રાજમહેલમાં કોલાહલ મચી ગયો. દાસદાસીઓ દ્વારા વાત આખા મહેલમાં વ્યાપક બની ગઈ. સહદેવી પર છૂપી રીતે સહુ તિરસ્કાર વરસાવવા લાગ્યા, પરંતુ રાજમાતાને કોણ કહીં શકે?
સહદેવીને પણ ખબર પડી ગઈ સુકોશલને રાજર્ષિના આગમનની જાણ થઈ છે અને તરત તે અશ્વારૂઢ બનીને ગામ બહાર દોડી ગયો છે. તે હાંફળીફાંફળી બની ગઈ. તેણે તરત જ મંત્રીગણને બોલાવ્યો અને પોતે સુકોશલની પત્ની ચિત્રમાલા પાસે દોડી ગઈ.
ચિત્રમાલા એક સાત્ત્વિક અને પતિવ્રતા સન્નારી હતી. સુકોશલના અધ્યાત્મવાદી આત્માથી તે સુપરિચિત હતી, તેથી તેના હૈયામાં આનંદ હતો. કારણ કે એ પણ એમ જ માનતી હતી કે આ જીવનમાં જો પુરૂષાર્થ કરવા જેવો હોય તો આત્મકલ્યાણ માટે જ કરવા જેવો છે, પરંતુ હાલ તે ગર્ભવતી બનેલી હતી.
‘ચિત્રમાલા, ગજબ થઈ ગયો. તને ખબર પડી?' સહદેવીએ શયનગૃહમાં પ્રવેશતાં જ કહ્યું.
ના માતાજી,' ચિત્રમાલાએ ઊભા થઈને રાજમાતાને પ્રણામ કર્યા. “રાજર્ષિ અયોધ્યામાં પધાર્યા છે. સુકોશલને ખબર પડી, તે રાજર્ષિ પાસે દોડી ગયો છે... હવે...”
માતાજી આપ ચિંતા ન કરો. હું હમણાં જ જાઉં છું... તેમને વિનવીશ.” પણ નહીં માને તો...” સહદેવી જાણે ભવિષ્યને જોઈ રહી હતી. તો એમના પર અમારો અધિકાર ક્યાં છે? એમનો અમારા પર અધિકાર છે.'
સહદેવી ચિત્રમાલાને જોઈ રહી, ત્યાં દાસી આવી કહી ગઈ કે મહામંત્રી વગેરે આવી ગયા છે. સહદેવી ચિત્રમાલાને પરિવાર સાથે સુકોશલ પાસે જવાનું કહી પોતે પોતાના આવાસમાં પહોંચી.
મહામંત્રીજી, આપે બધી વાત જાણી તો હશે જ.” “હા જી.' આપે શું વિચાર્યું?”
For Private And Personal Use Only