________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3૨. મારે તો રાજર્ષિ કીર્તિધર અયોધ્યાની બહાર ઉદ્યાનમાં એક વટવૃક્ષની નીચે ધ્યાન કરતા ઊભા રહી ગયા હતા. તેમની મુખમુદ્રા પર સમતા-સમાધિનું અમૃત રેલાઈ રહ્યું હતું. તપશ્ચર્યાની તેજોમયતા સમગ્ર દેહ પર પથરાઈ ગઈ હતી. માસક્ષમણનું પારણું કર્યા વિના જ તેઓ પાછા વળી ગયા હતા. - સુકોશલ અયોધ્યાની બહાર આવી પહોંચ્યો. ચારેકોર મહામુનિની શોધ કરતો તે વટવૃક્ષ પાસે આવી પહોંચ્યો. મહામુનિને જોતાં જ તેનું હૈયું ગદ્ગદ્ બની ગયું. તેની આંખમાંથી આંસુ વહી પડ્યાં. તે મહામુનિનાં ચરણોમાં ઢળી પડડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
ભાગ્યશાળી, આટલો બધો શોક શા માટે ?” મહામુનિએ ધ્યાન પૂર્ણ કરી વાત્સલ્યભર્યા શબ્દોથી રાજા સુકોશલને શાંત કરવા પ્રયત્ન કર્યો. પરંતુ સુકોશલનું રૂદન ન અટક્યું, તેમ જ કંઈ બોલી પણ ન શક્યો.
સુકોશલ! આમાં કોઈનો દોષ નથી. મારા પૂર્વકૃત કર્મનો જ દોષ છે અને તે પણ સારા માટે જ છે. સહવાનો અવસર આપણા પાપોદય વખતે જ મળે છે.”
પ્રભો! ખરેખર આ સંસાર જ પાપનું નિમિત્ત છે. એવા સંસારથી જ સયું. આપ કૃપા કરી મને આ સંસારથી જ ઉગારી લો...”
સુકોશલની કેવી સૂક્ષ્મ દૃષ્ટિ! તેણે માતાનો દોષ ન જોયો. પરંતુ માતા પાસે ભૂલ કરાવનાર જે સંસાર અને સંસારની વાસનાઓ, એનો દોષ જોયો. જ્યાં સુધી જીવ સંસારની ભૌતિક વાસનાઓ પર વિજય ન મેળવે ત્યાં સુધી એ ભૂલો કરતો જ રહેવાનો, ગુના કરતો જ રહેવાનો. જીવને ગુનો કરતો અટકાવવા માટે સંસારના વિષયોની વાસનાઓ ઓછી કરવી જ રહી, નામશેષ કરવી જ રહી. - વિશ્વ પર અધ્યાત્મવાદ આ કામ કરી રહેલ છે. એ મનુષ્યને વિષયોની સ્પૃહાથી અળગો બનાવે છે. બૂરી વાસનાઓને ભૂસી નાંખે છે. તેથી મનુષ્ય ભૂલો કરતો, ગુના કરતો અટકે છે અને તેથી માનવસૃષ્ટિમાં શાંતિ અને સુખનું વાતાવરણ સર્જાય છે. અધ્યાત્મવાદ સિવાય મનુષ્યને કોઈ જ વાસના-વિનાશની પ્રેરણા અને પ્રોત્સાહન આપી શકે એમ નથી અને તે સિવાય અન્યાય, અનીતિ, દુરાચારો અટકે એમ નથી.
સુકોશલ યુવાન હતો. અયોધ્યાના વિશાળ રાજ્યનો અધિપતિ હતો. છતાં તેના હૃદય પર અધ્યાત્મવાદની પકડ હતી. તેની દૃષ્ટિમાં જ્ઞાનની જ્યોતિ હતી. તે જ્યોતિથી તે જગતના પ્રસંગોને વાસ્તવિકતાની ભૂમિકાએ જોઈ શકતો.
For Private And Personal Use Only