________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
રાજર્ષિ કીર્તિધર ગઈ. તે સિહાસન પરથી ઊભી થઈ ગઈ. પાછળ હાથમાં વીંજણો લઈને ઊભેલી દાસી, અચાનક સામ્રાજ્ઞીને ઊભી થયેલી જોતાં ચોંકી.
કેમ મહાદેવી? “ના ના, કંઈ નહિ.' તે પુનઃ બેસી ગઈ. ક્ષણભર તેને વિચાર આવી ગયો કે નીચે જઈને મહર્ષિને ભિક્ષા માટે નિમંત્રણ કરું. પરંતુ બીજી જ ક્ષણે એક ભય... એક ક્રૂર વિચાર તેના મનમાં ભૂતાવળની જેમ જાગી ઊઠ્યો.
“જો પુત્ર સુકોશલ એના પિતાને જોશે તો જરૂર એ તેમની સાથે ચાલ્યો જશે અને હું પુત્રવિહોણી બની જઈશ. વળી આ રાજા મને તો રઝળાવી ચાલ્યા ગયા. એ પુત્રને પણ લઈ જશે. માટે તેમને પુત્ર સુકોશલ ઓળખી ન જાય. કોઈ રાજપુરૂષ ઓળખી ન જાય, તે પૂર્વે તેમને નગરની બહાર રવાના કરાવી દઉં! મારા નંદનવન જેવા સંસારને વેરાન ઉજ્જડ બનાવી દેવા તે અહીં આવ્યા છે. પરંતુ હું હવે ખોટા રાગમાં એમને પરવશ નહિ બનું. એમનું ધાર્યું નહિ થવા દઉં, વ્રતધારી હોય, ભલે તે નિરપરાધી હો... રાજ્યને ખાતર. પુત્રને ખાતર એમને નગર બહાર કાઢી મૂક્યે જ છૂટકો.’
સ્વાર્થની છીણીએ સહદેવીની શુભ ભાવોને છેદી નાંખ્યા. વર્ષો સુધી જેની સાથે સ્નેહ કરીને માનવસહજ વૃત્તિઓને સંતોષી છે, જેને સેંકડો વાર “પ્રાણનાથ, હૃદયેશ્વર, સ્વામીનાથ' કહીને સ્નેહસુધાનું પાન કર્યું છે... તે આજે નિગ્રંથ બનીને પુનઃ અયોધ્યાના રાજમાર્ગો પર ફરી રહ્યા છે. એક મહિનાના ઉપવાસનું એમને આજે પારણું છે એવા પરમ યોગીને આ અભાગી સ્ત્રી નગરમાંથી હાંકી કાઢવાનો ક્રૂર વિચાર કરી રહી છે!
આ છે સંસાર! આ છે કેવળ વાસનાજન્ય સંબંધોનું પરિણામ!
સહદેવીએ દ્વારરક્ષકને બૂમ પાડી. તરત ધારરક્ષક આવીને નમન કરીને ઊભો રહ્યો:
કોટવાલને બોલાવી લાવ.”
જેવી મહાદેવીની આજ્ઞા...” દ્વારરક્ષક થોડી વારમાં જ કોટવાલને બોલાવી લાવ્યો.
કોટવાલજી, તમે નગરનું શું ધ્યાન રાખો છો? મેં આજે અહીં બેઠાં નિરીક્ષણ કર્યું.”
પણ કંઈ અજુગતું દેખાયું?” કોટવાલ સહેજ ભય પામ્યો.
For Private And Personal Use Only