________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
રાજર્ષિ કીર્તિધર પતિવિરહની કલ્પના તેના ચિત્તને વિહ્વળ બનાવી રહી હતી, પરંતુ મહારાજાએ તત્કાલ કાંઈ જ પગલું ન ભર્યું.
“રાજકુમારનું નામ સુકોશલ પાડવામાં આવ્યું. જેમ જેમ સુકોશલ મોટો થતો ગયો તેમ તેમ સહદેવીનો તેના પર ખૂબ રાગ વધવા માંડ્યો. બીજી બાજુ કીર્તિધર ઉપરથી રાગ ઓસરવા માંડ્યો.
એ અરસામાં ત્યાં “વિજયસેન નામના આચાર્ય ભગવંત વિશાળ શિષ્યપરિવાર સાથે પધાર્યા. રાજા કીર્તિધર સહ-પરિવાર વંદનાર્થે ગયા. આચાર્ય ભગવંતે ધર્મની દેશના આપી. મહારાજાએ દેશનાના અંતે ઊભા થઈને, અંજલિ જોડીને પ્રાર્થના કરી:
પ્રભો! મને ચારિત્ર આપીને ભવસાગરથી તારવા કૃપા કરો.” રાજકુમાર સુકોશલનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને મહારાજા કીર્તિધરે સંસારનો ત્યાગ કર્યો.
પતિએ દીક્ષા લીધા પછી સહદેવીની સામે બે કર્તવ્યો આવી ઊભાં. સુકોશલના શિક્ષણ અને સંસ્કારના ઘડતરનું તથા રાજ્યના સંચાલનનું. સહદેવી બંને કર્તવ્યોને ખૂબ કુનેહથી બજાવતી હતી.
બીજી બાજુ મહામુનિ કીર્તિધર ચારિત્ર લઈને ગુરૂકુલવાસમાં રહી સંયમની સુંદર આરાધના કરી રહ્યા હતા. તેઓ બ્રહ્મમુહૂર્ત જાગીને શ્રી પંચપરમેષ્ઠી ભગવંતનું ધ્યાન ધરતા. શ્રુતજ્ઞાનનું એકાગ્રપણે પારાયણ કરતા. અપ્રમત્તપણે અને ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ-પ્રતિલેખના કરતા. ગુરૂ મહારાજની સેવા-ભક્તિ કરતા અને વળી શ્રુતાભ્યાસમાં મનને પરોવી દેતા! ભિક્ષાનો સમય થતાં ભિક્ષા માટે ભમતા, નિર્મળભાવે કેવળ દેહને ટકાવવા માટે ભિક્ષા લઈ આવતા અને અન્ય ભિક્ષુકોને પોતાની ભિક્ષા માટે પ્રાર્થના કરતા, પછી ગુરૂ મહારાજની આજ્ઞા લઈ રાગદ્વેષ ર્યા વિના આહાર કરતા, વળી નિહાર વિહારાદિ પછી જ્ઞાનાર્જન માટે બેસી જતા!
આ બધું કરતાં સેવા-ભક્તિ વિનય-વૈયાવૃત્ય વગેરે કરવામાં તેઓ જરાય પાછા ન પડતા. ગુરૂમહારાજના અભિપ્રાયને ઓળખીને તે મુજબ અનુસરવાનું તો તેમનું ચોક્કસ લક્ષ બની ગયેલું.
બીજી બાજુ તેમના હૈયામાં ઉત્તરોત્તર ઘોર અને કઠોર આરાધના કરવાના અભિલાષ ઉગ્ર બનવા લાગ્યા. કેટલીક વાર કડકડતી ઠંડીમાં તેઓ વસ્ત્રો ઉતારી નાખીને ધ્યાન ધરતા ઊભા રહેતા, તો કેટલીક વાર ઉપાશ્રયની બહાર
For Private And Personal Use Only