________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૯૧ સહદેવીના ખંડમાં ગયા. પુનઃ મહારાજાને આવેલા જોઈ સહદેવીના મુખ પર સહેજ ભયની રેખાઓ ઊપસી આવી.
દેવી, શા માટે તમે સાચું નથી કહેતાં? પુત્ર જીવંત છે; એ મેં જાણી લીધું છે....”
ખોટી વાત, ખોટી વાત, તે જીવંત નથી...” બચાવ ન કરો. વારંવાર જૂઠું ન બોલો. એ બતાવો કે પુત્રને ક્યાં સંતાડ્યો છે?” “પણ...'
જરાય નહિ ચાલે. સૂર્ય ઉદયને છૂપો રાખી શકાય નહિ. તમે નહિ બતાવો તો હું શોધી લઈશ.' સહદેવીની આંખમાં આંસુ આવી ગયાં. આવા પ્રસંગે તમારે શોક કરવાનો હોય કે આનંદ પામવાનો હોય?' પુત્રજન્મનો આનંદ છે, પરંતુ આપ...' હું ચારિત્ર લઉં એનું દુઃખ છે એમ ને?' હા, સ્વામીનાથ...'
અત્યારે એ વિચાર ન કરો. પુત્ર ક્યાં છે તે તરત બતાવો કે જેથી રાજ્યમાં સમાચાર આપી શકાય. રાજ્યમાં મહોત્સવ ઊજવી શકાય.'
સહદેવીએ હકીકત કહી બતાવી. તરત મહારાજા પોતે જ ભોંયરામાં પહોંચી ગયા. સુનંદા રાજ કુંવરને જોઈ નાચી રહી હતી. રાજ કુંવરના મુખ પર તેજસ્વિતા ઝળકી રહી હતી. મહારાજાને જોતાં જ સુનંદા ચોંકી ઊઠી. ભયથી થરથર ધ્રુજી અને દૂર જઈને હાથ જોડીને નતમસ્તકે ઊભી રહી.
સુનંદા, તું ગભરાઈશ નહીં, તે ગુનેગાર નથી.” મહારાજાએ પત્રને પોતાના હાથમાં લીધો. કુમારનું મુખ હાસ્યથી મલકી ઊઠ્ય! તે ટગરટગર પિતાની સામે જોઈ રહ્યો! પિતા એકીટસે પુત્રને નિહાળી રહ્યા!
રાજ્યમાં પુત્રજન્મના મંગળ સમાચાર આપવામાં આવ્યા. રાજ્યમાં શ્રીમંતોની હારમાળા રાજસભામાં ભટણાં લઈને આવવા લાગી. શ્રી જિનમંદિરોમાં અઠ્ઠાઈ મહોત્સવ મંડાયા. નગરવાસીઓએ ઘેરઘેર અને શેરીએ શેરીએ આનંદોત્સવ ઊજવવા માંડ્યા.
સહુના હૈયામાં આનંદ ઊભરાતો હતો. માત્ર સહદેવીનું હૈયું શોકમાં ડૂબેલું હતું. તેને પાકો વિશ્વાસ હતો કે હવે મહારાજા સહુને છોડીને ચારિત્ર સ્વીકારશે.
For Private And Personal Use Only