________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
જૈન રામાયણ “આ સંસારમાંથી મને મુક્ત કરવાની!” મને ન ગમ્યું નાથ.”
દેવી, આ જીવનનું બીજું કયું ઉચ્ચ કર્તવ્ય છે? સંસારવાસમાંથી મુક્ત થયા વિના શાશ્વત સુખ-શાન્તિ મળી શકે એમ નથી.”
શું સંસારમાં રહીને ધર્મ ન કરી શકાય?'
દેવી, તમે જ કહો; સંસારમાં આપણે કેટલો અને કેવો ધર્મ કરી રહ્યાં છીએ? શું આપણે આપણા વિશુદ્ધ આત્માનું ધ્યાન ધરી શકીએ છીએ? શું વિષયો અને કષાયોની નાગચૂડમાંથી મુક્ત થઈ શકીએ છીએ?'
આપ ગમે તે કહો, આપ દીક્ષાની વાત કરો છો ને મારા હૈયામાં ફાળ પડે છે.' પ્રભાત થઈ ગયું હતું. કીર્તિધરે સહદેવીને આશ્વાસન આપ્યું. પરંતુ સહદેવીના ચિત્તમાં પાકો નિશ્ચય થઈ ગયો કે જરૂર રાજા વહેલામોડા સંસારનો ત્યાગ કરી જશે. કીર્તિધર પણ દિનપ્રતિદિન સંસારથી વિરક્ત થતા જતા હતા. તેમના ચિત્તમાં ચારિત્રજીવનનું આકર્ષણ વધતું જ જતું હતું. એક દિવસ તો તેમણે મહામંત્રીને બોલાવીને કહી પણ દીધું:
મહામંત્રીજી, આપ મારા વિચારોથી પરિચિત છો. રાજ્યની ચિન્તામાંથી મુક્ત થવા માગું છું અને પરમાત્મા જિનેશ્વરદેવના ચારિત્રમાર્ગને આરાધવા માગું છું. તમે બુદ્ધિવૈભવથી અને વફાદારીથી પરિપૂર્ણ છે. રાજ્યના માટે કોઈ યોગ્ય આત્માને શોધી. '
સ્વામી, હું સમજું છું કે અયોધ્યાના રાજ્યસિંહાસન પર આજદિન સુધી હજુ કોઈ એવો આત્મા નથી આવ્યો કે જેણે ચારિત્ર સ્વીકારીને મહાન આત્મહિત ન સાધ્યું હોય. ભગવાન ઋષભદેવના ઈસ્વાકુવંશની આ બલિહારી છે, પરંતુ કૃપાનાથ મારી આપને પ્રાર્થના છે કે જ્યાં સુધી મહાદેવીની કુક્ષીએ પુત્રરત્નનો જન્મ ન થાય ત્યાં સુધી આપ સંસારત્યાગ ન કરો. અસંખ્યકાળથી ચાલી આવતી ઉત્તમ વંશપરંપરાનો અંત ન આવી જવો જોઈએ, કારણ કે આ વંશપરંપરા સારાય વિશ્વને ઉપકારક છે. આ વંશના રાજવીઓના આલંબને અસંખ્ય આત્માઓ ભવસાગર તરી ગયા છે. વિશેષ આપને શું કહ્યું? મહારાજા મહામંત્રીની ગંભીર વાતનો મર્મ સમજી ગયા. થોડાંક વર્ષો વીત્યાં ને અયોધ્યાના રાજમહેલમાં પારણિયું બંધાયું. પરંતુ જ્યાં પુત્રનો જન્મ થયો જાણ્યો કે તરત જ સહદેવીએ પૂર્વયોજનાનુસાર
For Private And Personal Use Only