________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૮૭ નવપલ્લવિત બનીને દીપી ઊઠ્યો. તેમની આંખોમાં હર્ષનાં આંસુ ઊભરાયાં.
દેવ! આપે કહ્યું તે યોગ્ય જ છે. તદ્દન સાચું છે. આપનાં વચનોને મેં મારા હૃદયપાત્રમાં ઝીલી લીધાં છે. મારા હૃદયના ભાવો ઉલ્લસિત બન્યાં છે.”
“રાજન! આ જીવનમાં જે ખરેખર કરવા જેવો પુરૂષાર્થ છે, તેને વિના વિલંબે કર જોઈએ, કારણ કે જીવન ચંચળ છે અને શરીરની શક્તિઓ અસ્થિર છે.”
પ્રભો! આપ અમને ચારિત્ર આપી આ ભવસાગરથી તારવા કૃપા કરો.” બસ, કુમાર કીર્તિધરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. મહારાજા પુરંદર અને પૃથ્વીરાણીએ ક્ષેમંકર મહામુનિ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. તે બંનેનું અનુકરણ અનેક નગરવાસીઓએ કર્યું,
મુક્તિમાર્ગની કેવી એ અજબ જાહોજલાલી! મોક્ષ દૃષ્ટિનું એ સૃષ્ટિમાં કેવું અપૂર્વ ઉદ્ઘાટન ધન્ય એ કાળ! ધન્ય એ પવિત્ર પુરૂષો!
અયોધ્યામાં રાજ્ય કીર્તિધરકુમાર સુંદર રીતે સંભાળી રહ્યો હતો. પરંતુ તેના ચિત્તમાંથી માતા-પિતાના સંસારત્યાગનો પ્રસંગ ખસતો ન હતો. ક્યારેક રાજ્યસભામાં પણ બેઠા બેઠા તે વિચારમાં ચઢી જતો અને માતા-પિતાને માર્ગે દોડી જઈ, તેમની પાસે પહોંચી જવા તલસી ઊઠતો. બહારની દુનિયામાં રહેવા છતાં તેની આંતર-દુનિયા જુદી હતી.
કીર્તિધરનું લગ્ન સહદેવી' નામની રાજકન્યાની જોડે થયું. જો કે આંતરિક ઇચ્છા સંબંધથી જોડાવાની ન હતી, પરંતુ તેને સંજોગોને અનુસરવાની ફરજ પડી. છતાં ય ભોગલંપટતા તેને જરાય સ્પર્શી શકી નહિ.
કીર્તિધર પોતાના શયનગૃહમાં નિદ્રાધીન હતો. રાત્રીને બીજો પ્રહર ચાલી રહ્યો હતો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું.
‘પોતે જાણે રાજ્યસિંહાસન પર બેઠો છે.. ત્યાં પુરંદર રાજર્ષિ અચાનક પધાર્યા. પોતે સંભ્રમપૂર્વક સિંહાસન પરથી નીચે ઊતરી દોડી જઈને રાજર્ષિના ચરણોમાં મસ્તક મૂકી આંસુઓના નીરથી ચરણપ્રક્ષાલન કર્યું. રાજર્ષિએ કુમારના મસ્તક પર હાથ મૂકી ધર્માશિષ આપી.
પિતાજી, આપ મને મૂકીને ચાલ્યા ગયા તેથી હું ઘણો દુઃખી છું. મને આપની સાથે જ લઈ જાઓ.” કુમારે ગદ્ગદ્ કંઠે આંસુ નીતરતી આંખે પ્રાર્થના કરી.
For Private And Personal Use Only