________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૫
જૈન રામાયણ આવે અને ભોગમાર્ગને જ મુખ્ય બનાવે. આ લોકનાં સુખો માટે જ તે પ્રજાને પુરુષાર્થ કરવા પ્રેરે. પ્રજા ભોગમાં આસક્ત બને અને ભોગની આસક્તિ પ્રજા પાસે કયું પાપ ન કરાવે? પરિણામે સારીય પ્રજામાં અરાજકતા અને પાપોનું સામ્રાજ્ય ફેલાઈ જાય.
પુરંદર રાજાનું તન સંસારમાં હતું અને મન મોક્ષમાં હતું. શરીર રહેતું હતું રાજમહેલમાં પણ મન રહેતું હતું વનવાસમાં! એની વાણીમાં વૈરાગ્ય નીતરતો હતો, એની આંખોમાં કરૂણા વસતી હતી,
રાજરાણી-પૃથ્વી પુરંદર રાજાના સહવાસમાં પોતાની જાતને મહાધન્ય માનતી હતી. એ જાણતી હતી કે પુરંદર રાજા રાગી નથી, પરંતુ વૈરાગી છે. પતિના વૈરાગ્યમય જીવનને પૃથ્વીરાણી ખૂબ અનુકુળ બનીને જીવતી હતી. પરમાત્મા જિનેશ્વરના ત્યાગમાર્ગને પૃથ્વીરાણી સારી રીતે સમજતી હતી, સાથે સાથે એ પણ જાણતી હતી કે અયોધ્યાના રાજાઓનું અંતિમ લક્ષ સંસારનો ત્યાગ કરીને સાધુતા સ્વીકારવાનું હોય છે.
વર્ષો વીતતાં ગયાં. એક દિવસ પૃથ્વીરાણી સગર્ભા બન્યાં અને નવ માસ પૂર્ણ થતા રાણીએ પુત્રને જન્મ આપ્યો. સારાય નગરમાં હર્ષ હિલોળે ચઢયો. જોષીએ રાજપુત્રની જન્મકુંડલી કાઢી અને ફલાદેશ વિચાર્યું. તે કુંડલી રાજર્ષિ'ની હતી! અયોધ્યાપતિને પારણિયે અલ્પકર્મા અલ્પભવી જીવો જ જાણે આવતા હતા! રાજપુત્રનું નામ “કીર્તિધર પાડવામાં આવ્યું.
રાજા પુરંદરે એક પ્રશાન્ત રાત્રીએ રાણી પૃથ્વીની સમક્ષ પોતાના હૃદયની વાત વ્યક્ત કરીઃ
દેવી! હવે મને મુક્ત કરો. સંસારનો ત્યાગ કરી હું પરમાત્માના માર્ગે જવા ચાહું છું....'
નાથ, હું જાણું છું, આપના ચિત્તમાં તીવ્ર વૈરાગ્ય છે. આપ સંસારમાં રહેલા યોગી જ છો, પણ શું આપ મને સંસારમાં રાખીને જવા માંગો છો?”
બહુ સરસ દેવી! તમે પણ સર્વત્યાગના માર્ગે ચાલો.” “જો આપને મારું પણ કલ્યાણ કરવું હોય તો કૃપા કરીને થોડોક વિલંબ કરો.” ‘શા માટે?
જ્યાં સુધી કીર્તિધર યોગ્ય સમજમાં ન આવે અને તેના સુસંસ્કારો દૃઢ ન થાય, એના હૈયામાં પણ સર્વ ત્યાગનું લક્ષ જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી આપણે
For Private And Personal Use Only