________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
જૈન રામાયણ
વિજયરાજનું સ્નેહધેલું હૃદય આ સમાચાર કેવી રીતે ઝીલી શકે? એ તો વાત સાંભળતાં જ મૂર્છા ખાઈને ભૂમિ પર પટકાઈ પડયા. પટરાણી હેમચૂલા દોડી આવ્યાં. દાસદાસીવર્ગ ભેર્ગો થઈ ગયો. બીજી બાજુ પુરંદર પણ પરિવાર સાથે આવી પહોંચ્યો. હજારો નર-નારીઓ રાજમહેલમાં ઊભરાઈ ગયાં. સૌના હૃદયમાં દુઃખ હતું. યુવરાજનો સદા માટેનો વિરહ સૌના દિલને દુભાવનારો... દુ:ખદાયી હતો.
શીતળ ઉપચારો કરીને મહારાજાને સ્વસ્થ કર્યા. પરંતુ મહારાજાનું કલ્પાંત તીવ્ર હતું. સૌ ગમગીન બની ગયાં. પરંતુ હેમચૂલાએ સ્વસ્થ રહીને મહારાજાને શાંત કર્યા. શાંત પડીને વિજયરાજે હેમચૂલાને કહ્યું:
‘વજ્રબાહુએ ચાર્ઝરત્ર લીધું, એનું દુઃખ નથી, દુ:ખ એ વાતનું છે કે હજુ આપણે સંસારની માયામાં પડી રહ્યાં છીએ. ધન્ય છે એ સુપુત્રને, ભરયુવાનીમાં એણે પરમાત્માનો માર્ગ સ્વીકાર્યો.
‘આપની વાત સાચી છે. આપણે પણ હવે વિલંબ કર્યા વિના પુત્રને માર્ગે જવું જોઈએ.' હેમચૂલાએ પતિની ભાવનાને પુષ્ટ કરી. બસ, રાજરાણીએ નિર્ણય કરી લીધો. પુરંદરનો રાજ્યાભિષેક કરવા માટે મહામંત્રીને આજ્ઞા કરી અને બીજી બાજુ કોઈ મહામુનિની રાહ જોવા માંડી.
પુરંદરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
અયોધ્યાના ઉદ્યાનમાં ‘નિર્વાણમોહ' નામના મહર્ષિ પધાર્યા. ઉઘાનપાલે વિજયરાજને વધામણી આપી. રાજાએ ઉઘાનપાલને પ્રીતિદાન દઈ તેના દારિદ્રયને દૂર કર્યું અને ‘નિર્વાણમોહ' મુનીશ્વરનાં ચરણોમાં રાજારાણીએ જીવન અર્પણ કર્યું, ચારિત્ર સ્વીકારી આત્માને મોક્ષમાર્ગનો આરાધક બનાવ્યો.
અયોધ્યાના રાજકુળની આ પરંપરા અસંખ્ય કાળથી ચાલી આવતી હતી. રાજપુત્ર યોગ્ય વયમાં આવતાં રાજ્યની ધુરા તેને સોંપી, રાજા નિવૃત્ત થાય અને સદ્ગુરૂનાં ચરણોમાં ચારિત્ર સ્વીકારી આત્મકલ્યાણમાં જીવન પૂર્ણ કરે. કેવી એ સુંદર કુળપરંપરા! એ ઉત્તમ કુળમાં જન્મનારા કેવા ઉત્તમ આત્માઓ!
For Private And Personal Use Only