________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩૧. રાજર્ષિ કીર્તિઘર અને
કેવો એ અધ્યાત્મનાં અજવાળાંનો કાળ!
પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ગાઢ આસક્તિ નહોતી. વિષયોનો ઉપભોગ કરતાં પણ એના ત્યાગની જ છૂપી છૂપી ભાવના!
દૃષ્ટિ પરલોક તરફ અને સૃષ્ટિ પર દેવ-ગુરુ અને ધર્મનું સામ્રાજ્ય!
અને જ્યાં દૃષ્ટિ પરલોક પર મંડાઈ કે આ લોકના સુખોની ન એવી કારમી કામના! કે ન એ સુખો મેળવવાનો ધર્મવિમુખ પુરુષાર્થ
ધર્મને સાચવીને જ અર્થાર્જનનો પુરુષાર્થ અને એમાં જેટલું મળે તેમાં જ સંતોષ! પોતાના કરતાં બીજાને વધુ મળે તો ન ઈર્ષ્યા કે ન સ્પૃહા! પાપ અને પુણ્યના સિદ્ધાન્તોને સ્મૃતિમાં રાખીને સુખ અને શાંતિનો અનુભવ કરવાનો!
વિજય રાજાએ પણ રાજ્યસુખનો ત્યાગ કરીને સાધુજીવનને સ્વીકાર્યું એટલે રાજ્યની ધુરા પુરંદર કુમાર પર આવી પડી. પુરંદર પણ સાધુપિતાનો પુત્ર હતી. તેના ચિત્તમાં રાગ અને ત્યાગનું ઘર્ષણ જામી પડ્યું.
ખાન-પાન અને સન્માનનાં સુખ તેના આત્માને ઠારી ન શક્યાં. વૈભવ અને રાજ્યસત્તા તેના ચિત્ત પર સત્તા ન જમાવી શક્યાં. પુરંદર એ બધાં સુખોને ક્ષણિક માનતો હતો. એ સુખોના ઉપભોગની પાછળ ભયંકર દુઃખોની આગો તેને દેખાતી હતી. એ પણ પિતા અને મોટાભાઈને પંથે જ જવા માટે તલસી રહ્યો હતો. પરંતુ એક વિચાર તેની તીવ્ર ઉત્કંઠાની સિદ્ધિમાં આડે આવતો હતો.
પુરંદરનું લગ્ન “પૃથ્વી” નામની સશીલ રાજ કન્યા સાથે થયું હતું. લગ્ન થયે બે-ત્રણ વર્ષ વીતી ગયાં હતાં, પરંતુ પૃથ્વી પુત્રવતી નહોતી બની. અયોધ્યાના રાજ્યનો ભાવિ ભૂપતિ જ્યાં સુધી ન જન્મે ત્યાં સુધી પુરંદર સાધુ-જીવનને કેવી રીતે સ્વીકારે? ભગવાન ઋષભદેવથી ઈક્વાકુવંશના રાજાઓ અયોધ્યાના રાજ્યસિંહાસન પર આવીને પ્રજાને સુખ અને શાંતિ આપી રહ્યાં હતાં. એટલું જ નહિ, પરંતુ ત્યાગમાં જ પરમસુખ અને પરમ શાંતિ છે,' એનો ભવ્ય આદર્શ પૂરો પાડતા હતા. જ્યાં રાજાઓ જ ત્યાગમાર્ગ સંચરતા હોય, તે રાજ્યની પ્રજા ભોગમાં રાચે ખરી? ભોગસુખો માટે અનીતિ, અન્યાય, દુરાચાર. વગેરે પાપો આચરે?
જો પુરંદર પુત્રને રાજ્યસિંહાસન પર આરૂઢ કર્યા વિના ત્યાગને માર્ગે ચાલ્યા જાય, તો કેવો મહાન અનર્થ સર્જાઈ જાય? રાજ્ય પર કોઈ બીજું લોહી
For Private And Personal Use Only