________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાજર્ષિ કીર્તિધર
૨૮૮
‘કુમાર! તારે શાનું દુઃખ? આ રાજ્ય છે, સંપત્તિ છે અને પરિવાર છે.
રાજર્ષિએ કહ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પિતાજી, સંસાર એ જ દુઃખરૂપ છે, રાજ્ય પણ સંસાર છે અને સંપત્તિ પણ સંસાર છે. એમાંથી મને મુક્ત ક૨વાની કૃપા કરો.’
રાજર્ષિની આંખોમાંથી કરુણાની ધારા છૂટી. કુમાર તેમાં સુખનો અનુભવ કરી રહ્યો. તેની આંખો બંધ થઈ ગઈ. થોડી વાર વીતતાં તેણે આંખો ખોલી તો શયનગૃહમાં મંદમંદ દીપકો દેખાયા અને બાજુના પલંગ પર ભરનિદ્રામાં સૂતેલી સહદેવી દેખાઈ! સ્વપ્નસૃષ્ટિમાંથી તે વાસ્તવિક સૃષ્ટિમાં આવ્યો, પરંતુ તેને મન તો એ જ સ્વપ્નની દુનિયા વાસ્તવિક હતી, આ સૃષ્ટિ તો તેને કલ્પિત અને મિથ્યા ભાસતી હતી.
તેની નિદ્રા ભાગી ગઈ. તે પલંગની નીચે ઊતરી એક સ્વચ્છ આસન પર બેસીને પરમાત્મા જિનેશ્વરદેવના ધ્યાનમાં પરોવાઈ ગયો. અંતિમ પ્રહર શરૂ થતાં જ સહદેવી જાગી ગઈ. તેણે રાજાને આમ નીચે ધ્યાનસ્થ દશામાં જોયા.
...તે પલંગમાંથી સફાળી બેઠી થઈ ગઈ...અને નીચે ઊતરી અને સ્વામીની સામે બેસી ગઈ. પરંતુ તે કેટલી ધીરજ રાખી શકે? તેણે થોડીક ધીરજ ધરી પરંતુ પછી તેણે કીર્તિધરના હાથ પર પોતાનો હાથ મૂકી ધ્યાન પૂર્ણ કરવા સૂચવ્યું.
કીર્તિધરે ધ્યાન પૂર્ણ કર્યું અને સહદેવીની સામે દૃષ્ટિ કરી, ‘કેમ આજે આમ?’ સહદેવીએ ચિંતાતુર ચહેરે પ્રશ્ન કર્યો. ‘આજની રાત અપૂર્વ વીતી!'
‘શું થયું?’
‘એક અપૂર્વ... સુંદર સ્વપ્ન જોયું!'
‘મને કહેવા... કૃપા કરશો?'
‘મેં સ્વપ્નમાં પિતાજીને જોયા...!'
‘એમાં તમે આખી રાત જાગતા રહ્યા?'
‘અરે પૂરૂં સાંભળો. પિતાજીને જોઈને મેં વંદના કરી. પછી પ્રાર્થનામાં કેવો ભાવનો ઉલ્લાસ, પિતાજીએ પ્રત્યુત્તર આપ્યો, તેમની આંખોમાંથી કરૂણાની ધાર વરસતી હતી. ખરેખર, સ્વપ્ન જો સાચું બની જાય તો...’ ‘આપે શાની પ્રાર્થના કરી?’ સહદેવીએ પૂછ્યું.
For Private And Personal Use Only