________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૯૩
કોઈ વૃક્ષ નીચે શીતપરિષહને સહતા. ભયસંજ્ઞાને જીતી લેવા માટે ક્યારેક તેઓ ગુરૂદેવની અનુજ્ઞા લઈ ગામ બહાર પ્રાસુક જગાએ આખી રાત્રિ ધ્યાન ધરતા. ઝેરી જીવજંતુઓ તેમના પગે, હાથે અને બીજાં અંગો પર ડંખ દેતાં છતાં ય તેઓ ધ્યાનદશામાં લીન રહેતા. ક્યારેક તેઓ સ્મશાનમાં જઈને કાળી રાત્રિઓ ધ્યાનમાં જ પસાર કરતા. કોઈ ભૂત-પિશાચ કે વ્યંતર તેમના નિર્ભય આત્માને ભયાક્રાન્ત બનાવી શકતા નહિ.
કીર્તિધર મુનિની આવી ભવ્ય અને કઠોર સાધનાથી ગુરૂમહારાજ ખૂબ પ્રસન્ન બન્યા. તેમણે મહામુનિને એકાકી વિચરીને ઉત્તમોત્તમ આરાધના કરવાની આજ્ઞા કરી.
મહામુનિ ભગવંત જિનેશ્વરદેવે બતાવેલા ઉગ્ર સાધનામય જીવનની કેડીએ ચાલવા માંડ્યા. ક્રોધ, અભિમાન, માયા, લોભ, મદ અને મોહ વગેરે આંતરશત્રુઓને તેમણે વશ કરી લીધા. દેહ ૫૨ના મમત્વને તો તેમણે સાવ ઉતારી નાખ્યું. તેમને બળબળતો ઉનાળો ડરાવી શકતો નહિ. હાડને પણ ઓગળી નાંખે તેવી હિમવર્ષા તેમને ચલિત કરી શકતી નહિ.
ગામ-નગરમાં વિચરતા વિચરતા તેઓ અયોધ્યાના ઉદ્યાનમાં પધાર્યા. પરંતુ કોઈ એમને ઓળખી ન શક્યું કે આ તો અયોધ્યાના પનોતા મહર્ષિ છે! એમને ઓળખી શકે એવું એમનામાં રહ્યું હતું પણ શું? હા, ચર્મચક્ષુવાળા તેમને ભલે ઓળખી નહોતા શકતા, પરંતુ દિવ્યદૃષ્ટિવાળા અનંત આત્માઓ તેમના અનંત ઐશ્વર્યવાળા આત્માને પ્રતિસમય જોઈ રહ્યા હતા.
મધ્યાહ્નનો સમય થયો.
મહામુનિ અયોધ્યાના રાજમાર્ગે ભિક્ષાર્થે ભમવા લાગ્યા.
સામ્રાજ્ઞી સહદેવી મહેલની અટ્ટાલિકામાં બેઠી હતી. પોતાના વૈભવભર્યા નગરને અને નગરવાસીઓને જોઈ પ્રમુદિત થઈ રહી હતી.
તેની દૃષ્ટિ રાજર્ષિ કીર્તિધર પર પડી.
પહેલી દૃષ્ટિએ તે તેમને ઓળખી ન શકી.
બીજી દૃષ્ટિએ શંકાશીલ બની.
ત્રીજી દૃષ્ટિએ નિર્ણયાત્મક જ્ઞાન કરાવ્યુંઃ
‘ઓહ, આ તો સ્વામીનાથ!' સામ્રાજ્ઞી અનિમેષ નયને પોતાના સ્વામીનાથને જોઈ રહી. એક વખતના મહારાજા આજે તેમને અયોધ્યાના રાજમાર્ગો પર દુર્બળ દેહે અને મલિન વસ્ત્રે ફરતા જોઈ સહદેવીની આંખો આંસુથી ભીંજાઈ
For Private And Personal Use Only