________________ 25 શુદ્ધ ચેતના રૂપ જે ક્ષણે આત્માનાં શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ થાય છે. તે જ ક્ષણે સર્વ ભ્રમ ટળી જાય છે. ચિત્ત સ્વસ્થ થાય છે, સ્થિરતા આવે છે. તથા નિર્વિકલ્પ સમાધિદશાને જીવ પામે છે. અશુદ્ધ ચેતના તે વિકલ્પ દશા છે. કારણ વિકલ્પ તે ઉઠયા જ કરે તેમાં ભળી તે પ્રમાણે પિતાને પરિણભાવ. પિતે તે રૂપ છે તેમ માનવું તે વિકલ્પ દશા છે. ત્યાં અસ્થિરતા છે. | વિક૯૫ ઉઠયા પછી, નિજ પરિણતિમાં પરિણત જીવને વિક૯પમાં ભળે નહીં. તેનાથી જુદો રહે. તે માત્ર પોતાની શુદ્ધ ચેતનાના સંવેદનમાં જ પરિણમતા હોય. જ્ઞાન સ્વભાવના અનુભવમાં જ હોય તે નિર્વિકલ્પ દશા. આવી નિર્વિકલ્પ દશાને અનુભવ શિષ્યને થશે. કર્તા–ભેટતા ભાવથી પર થયો. આમ અહીં ત્રીજા-ચોથા પદને પિતે અંતરમાં અનુભવ્યું તે ગુરુદેવ સમક્ષ જાહેર કર્યું હવે પાંચમા-છઠ્ઠા પદને વિષે શંકા નથી. પાંચમું પદ મોક્ષ તે અંતિમ સિદ્ધિ છે. તે તો પામવાની બાકી છે. છઠ્ઠા 58 રૂપ મોક્ષને ઉપાય શિષ્યના પુરુષાર્થમાં ઘટિત થઈ રહ્યો છે. તે મક્ષ ઉપાય ગુરુદેવે સંક્ષેપમાં કે સમજાવ્યું છે અને શિષ્ય શું સમજે છે તે કહે છે મક્ષ કહો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ...૧૨૩ હે ગુરુદેવ ! આપે ફરમાવેલ મોક્ષપદ અને મોક્ષપંથ બંનેને મારી આત્મા-વિચારણા દ્વારા હું સમજે. આત્માની સંપૂર્ણ, નિરાવરણ, અવિકારી, અવિનાશી, શુદ્ધ દશા તે જ મોક્ષપદ. તથા આ દશાની પ્રાપ્તિને પુરુષાર્થ તે મોક્ષપંથ. મોક્ષને ઉપાય શા માટે? આત્માની શુદ્ધ, સ્વાભાવિક દશા તિરહિત છે તેને આર્વિભૂત કરવી છે, માટે ! વર્તમાને અશુદ્ધ ભામાં પરિણત થતા આત્માના, નર-નારકાદિ પર્યાય રૂ૫, રાગાદિ ભાવે રૂપ અશુદ્ધ દશા છે. સર્વથા અસંગી આત્માને પુદ્ગલને સંગ છે તેથી તેની અશુદ્ધતા ટળતી નથી. આત્મા અસંગી થઈ દેહાદિ સંગને આત્યાંતિક અંત કરી દે તે આત્માના અસંખ્ય પ્રદેશ રહેલ પરમ સ્થિરત્વરૂપ સિદ્ધત્વ એક સમય માત્રમાં પ્રગટ થઈ જાય.