________________ 69 ભવ સ્થિતિ આદિ નામ લઈ વધારવાના નિમિત્તો મળે પણ તેને ઓછું કરવામાં નિમિત્તો ન મળે. વળી સાચા સદ્ગુરુ પણ ક્યાં છે અહીં? આ બધા જ વિપરીત સંગો છે. આવી વિષમ પરિસ્થિતિમાં આપણે જમ્યા. હૂડા અવસર્પિણી કાળ છે. ત્યાં મોક્ષનું નામ શું લેવું ? આ બધાં જ બહાનાની પાછળ, મેક્ષની પ્રબળ ઈચ્છાને અભાવ છે. અન્યથા માર્ગ મળ્યા વિના રહે નહીં. આ કાળમાં ભલે મેક્ષ ન હોય! પણ મેક્ષની યથાશક્ય આરાધના કરતાં કેણ રેકે છે ? આરાધનાનું ફળ તે એવું છે કે જેટલી કરે તે નફામાં જ છે. આ જન્મે જેટલી આરાધના થાય, તેનાથી જેટલી આત્મ-વિશુદ્ધિ થાય, એટલી પછીના જન્મમાં ઓછી કરવી રહે. તે આરાધના વ્યર્થ જતી નથી. વળી કેટલાક જીવ એકાંત આગ્રહી હોય તે એવું સમજી બેઠા હોય કે જ્યારે આપણે સમય આવશે ત્યારે ઓટોમેટિક પુરુષાર્થ થશે અને આપણે મોક્ષે ચાલ્યા જઈશું. જેટલા ભ કરવાના લખાવ્યા છે તે તે કરવા જ પડે ને? આપણું ભવસ્થિતિ પૂર્ણ થશે એટલે કે સંસારમાં રહેવાને કાળ પૂરે થશે, કાળ લબ્ધિ પાકશે એટલે સત્ય રાહે ચડી જઈશું. આવું માનનારા બહુ મેટા ભ્રમમાં છે. કેઈપણ વસ્તુ માત્ર કાળ પાકે ને થઈ જાય એવું બનતું નથી. પુરુષાર્થ તે આવશ્યક છે, છે ને છે જ. કાળના પાકવામાં પણ પુરુષાર્થની અનિવાર્યતા છે. કેટલાક લેકે કમબદ્ધ પર્યાયના નામે બધું જ છેડી, હાથ જોડી બેસી જાય છે. હવે કશું જ કરવાની જરૂર નથી. જ્યારે આપણે કેવળજ્ઞાનરૂપ પર્યાય પ્રગટ થવાની હશે ત્યારે થશે જ. તેમજ જ્યારે સિદ્ધિ થવાની હશે ત્યારે થશે જ. જ્ઞાનીના જ્ઞાનમાં નિશ્ચિત થઈ ગયું છે તેમ જ થાય. તેમાં ફેરફાર ન થાય. બંધુઓ ! માની લીધું કે જ્ઞાનીના જ્ઞાનમાં જે દેખાયું તે યોગ્ય જ છે. તેમજ થાય ! પણ પ્રશ્ન એ છે કે કદી કઈ જ્ઞાની પાસે જઈને પૂછયું ? પ્રત્યે ! મારા ભવે તે નિશ્ચિત છે. એટલા ભ કર્યા પછી