________________ આગળ જ્ઞાની થઈ ગયા અવધિ કે મનઃપર્વવજ્ઞાન ન હોય તે જીવ પણ માત્ર મતિ-શ્રત જ્ઞાનના આધારે આત્મ વિકાસ કરતે સર્વજ્ઞતા સુધી પહોંચી શકે અને સર્વ કર્મને ક્ષય કરી મેક્ષ પામી લે. - આમ જીવ માટે ઉપકારી હોય તે મતિ-કૃત બે જ જ્ઞાન. બીજા બે જ્ઞાન, જ્ઞાનશક્તિના વિકાસરૂપ ભલે હેય પણ સિદ્ધિ થવામાં કાર્યકારી નહીં. જ્યારે જ્ઞાનની ચર્ચા ચાલી છે તો અવધિ અને મન:પર્યવજ્ઞાન વિષે પણ વિચારી લઈએ. જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જ, રૂપી પદાર્થોને અમુક મર્યાદા સુધી જઈ શકે તે અવધિજ્ઞાન. આ જ્ઞાન અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય છે. સહુ જીવને ક્ષયે પશમ એક સરખો નથી હોતે માટે તેના છ પ્રકાર ક્યાં છે. 1. અનુગામી, 2. અનનુગામી, 3. વર્ધમાન, 4. હાયમાન, પ. પ્રતિપાતિ, અને 6. અપ્રતિપાતિ. એક જીવને જે સ્થાનમાં જેટલું અવધિજ્ઞાન થયું હોય, તેટલું અવધિજ્ઞાન, તે સ્થાન છેડીને આગળ-પાછળ જાય તે પણ સાથે રહે. જેમકે એક સાધકને ચારે દિશામાં 300 K. M. જોઈ શકે તેટલું અવધિજ્ઞાન થયું હોય અર્થાત પોતે જે જગ્યાએ છે ત્યાંથી ચારે બાજુ 300-300 K.M. માં શું શું છે? શું બની રહ્યું છે ? શું બનશે ? વગેરે રૂપી પદાર્થ તથા તેની પર્યાને જાણે. એ સ્થાનથી ઊઠી બીજે સ્થાને જાય તે પણ જ્યાં જાય ત્યાંથી ચારે બાજુ એટલું જાણે. જેમ હાથમાં દીવ લઇને ચાલનાર માણસ જ્યાં-જ્યાં જાય ત્યાં-ત્યાં દીવાને પ્રકાશ પણ સાથે જ રહે. આ અનુગામિ અવધિજ્ઞાન. જે સ્થાનમાં અવધિજ્ઞાન થયું હોય ત્યાંથી જ તેટલું જોઈ શકે પણ સ્થાન છોડીને બીજે જાય તો જોઈ શકે. ફરી પાછો એ સ્થાનમાં આવે તે ત્યાંથી જઈ શકે. જેમ કેઈ માણસ દીવાને પાસે લઈને બેઠે હોય તે જ્યાં બેઠા હોય ત્યાંથી આસપાસ જોઈ શક્તિ હોય પણ દીવે ત્યાં જ પડે રહે અને પિતે ઊઠીને ચાલતે થાય તે આગળ કાંઈ દેખી શકે નહીં. ફરી પાછો મૂળ સ્થાને આવે ત્યારે જોઈ શકે. આ અનનુગામિ અવધિજ્ઞાન.