________________ 269 હું આત્મા છું ત્યાં તે એક ઘટના ઘટી, એક વાર નાનો ભાઈ કોર્ટમાં આવ્યા છે. આજે તારીખ છે. થેડી વાર થઈ મોટો ભાઈ આવ્યું. બહાર બૂટ ઉતાર્યા ત્યાં તે વરસાદ આવવા માંડે. મોટાભાઈએ જોયું કે એક કિંમતી મોજડી ત્યાં પડી છે. મખમલની મોજડીને ઉપર મોતી ભરેલા. મોટોભાઈ ઓળખી ગયે. આ તે મારા નાનાભાઈની મેજડી ! વરસાદના છાંટા મેજડી પર પડશે તે મેજડી ખરાબ થઈ જશે. એણે મોજડીને અંદર મૂકી દેવા માટે વાંકાવળી મેજડી હાથમાં લીધી. બરાબર એજ સમયે નાનભાઈ કૅટે રૂમમાંથી બહાર આવ્યું. જોયુ એણે. મોટાભાઈનાં હાથમાં પોતાની મેજડી ! તે થંભી ગયે! અરે ! આ શું? જે ભાઈનાં પ્રેમને વિસારી દઈ હું એની સામે કેટે ચડે છું એ જ ભાઈ મારા પગની મોજડી ઉપાડે છે ! ધિક્કાર છે મને ! આજ સુધી હું મોટાભાઈને ઓળખી શક્યા નહીં. ! એ દેડીને મોટાભાઈને પગમાં પડી ગયો. રડવા માંડે ! મોટાભાઈ ! મને માફ કરે. હું ભૂલી ગયે. વસ્તુનાં મેહમાં અને મારા અભિમાનનાં નશામાં મેં તમને ખૂબ દુઃખી કર્યો. મારે નથી જોઇતું કાંઈ! જે છે તે બધું તમારું જ છે ! એ બરણ પણ આપજ રાખો ! નાનાભાઈનું હૃદય નરમ થઈ ગયું છે. એનાં શબ્દો સાંભળી મેટાભાઈ પણ ગદ્ગદ્ થઈ ગયા. એ બોલી શક્યા નહીં. આંખમાં પાણી આવી ગયા અને પગમાં પડેલા નાનાભાઈને ઉઠાડી છાતી સરસે ચાંપી દીધે. બંને ભાઈઓ એક થઈ ગયા. અંતરના ઊંડાણમાં પડેલી પ્રેમ ભાવનાનો વિજય થયા. વેર-ઝેર ભૂલી ગયા. બંનેનાં અંતર નિર્મળ થઈ ગયા. બંધુઓ ! એક નાના નિમિત્તે વેર ઊભા કર્યા હતાં. પણ ઊડી શત્રુતા ન હતી. તેથી જ જયાં પ્રેમનું નિમિત્ત મળ્યું, પ્રેમને અનુભવ થયો ત્યાં વેરનાં ભાવ વિરમી ગયા. બંને વચ્ચેની દિવાલ તૂટી ગઈ. બધું જ ભૂલી ને બંને ભાઈઓ એક થઈ ગયા. આમજ વેર-ઝેરની સમાપ્તિ કરવી છે! આજે સંવત્સરીને દિવસ સાંજે પ્રતિક્રમણ કરી અહીં આવેલા 1500 -2000 માણસેને તમે ખમાવશે. દર વર્ષે જેમ વ્યવહાર કરે છે તેમ કરશે. પણ ના હું કહું છું બધાને ખમાવવાની જરૂર નથી. આટલા લાકેથી