________________ 276 હું આત્મા છું બંધુઓ ! આપણું અહં પણ એવું જ છે. વાસ્તવમાં આત્માનાં અસ્તિત્વ રૂપ “અહું એટલે હું', અને એટલે આત્મા, એ અહંગ્ય છે. એ અહંનું જ્ઞાન હોવું જ જોઈએ. પણ આપણે એ અહમાં અભિમાન રૂપ ક્ષાયાદિની માટી મળી જઈ અહં મલિન થઈ ગયું છે. અહીં અને કષાય આ બંનેને જુદા પાડવા માટે તેને તપ-ત્યાગ રૂપ, આરાધનારૂપ અગ્નિમાં નાખવું પડશે. તે જ પીગળીને બંને જુદા પડશે. કષાયરૂપ અભિમાનરૂપ કચરે નીકળી જશે અને શુદ્ધ આત્મભાનરૂપ “અહ” રહેશે. પછી તેને જે શેપ આપે હોય તે અપાશે. “અહં” માંથી જ અહંમ બનશે. તે બંધુઓ ! ગાળી નાખે અહને, મોડી નાખે માનને, કાઢી ના કષાયને. તે જ અંતરમાં રહેલ વેર ભાવના દૂર થશે. વેર જશે તે જ ઝેર જશે. આપણામાં કેટલું ઝેર ભર્યું છે જાણે છે ? શારિરીક સ્તર પર વિચાર કરીએ તે આપણે આખો દિવસ ખાતા–પીતાં હોઈએ, માત્ર રાતનાં થોડા કલાક જ મેટું બંધ હોય. તમે તે રાત્રે 12 વાગ્યા સુધી પણ ખાવ. સવારે ઉઠે 6-7 કલાક કઈ ન ખાધું–પીધું. તે મુખમાં રહેલ થુંક ઝેરી થઈ જાય. શરીરમાં કયાંય ગુમડા કે એવું કંઈ થયું હોય ને વાસી થુંક લગાડે તે ફેર પડી જાય. વાસી થુંકમાં ઝેર હોય. આવી તે આ શરીરની શક્તિ છે. વિચારો ! આ શરીરમાં કેટલું ઝેર ભર્યું હશે. બધું જ ઝેર ભેગું થઈ હૃદયમાં જતું હશે. તમે કહેશે ના, મહાસતીજી ! એમ નથી, સાયન્સ કહે છે કે બધું રક્ત હૃદયમાં આવે છે. ત્યાં શુદ્ધ થાય છે ને ફરી શરીરમાં ફરે છે. હશે ! તમારું વિજ્ઞાન એમ કહેતું હશે. પણ હું તે કહું છું માત્ર શરીરનું જ નહીં. બહારનું ઝેર પણ હૃદયમાં ભેગું થાય છે અને પછી વાણી દ્વારા એ બહાર નીકળે છે. આખાયે વાતાવરણ ને ઝેરી બનાવી દે છે કે એ ઝેરથી કોઈ બચી શકે નહીં. ! સાપ કે વીછી એ ડંખ દીધું હોય એ ઝેર તે ઉતરી જાય પણ માણસનું ઝેર ન ઉતરે!