________________ 308 હું આત્મા છું હોવા છતાં તેમાં કપટભાવ ન હોવાથી એ ઓછા કર્મબંધ કરે છે. ત્યાં નિર્દોષ બાળકને સમજાવવાને ભાવ છે. પણ જે જૂઠ કપટ-પ્રપંચ સહિત બેલાતું હોય તે બીજા જીવને પીડાકારી હોય છે અને એ બેલવા પાછળને ધ્યેય પણ પિતાને સ્વાર્થ સાધવે અને અન્યને અંધારામાં, રાખવાનું હોય છે જે મહા ખતરનાક છે. પ્રપંચ કરનાર વ્યક્તિ એવી સિફતથી બોલતા હોય કે સામા માણસને તેમાં અસત્યની ગંધ પણ ન આવે. અરે! કેટલાંક તે ભગવાનને ધર્મનાં કે પિતાના સંતાનનાં કસમ પણ ખાતા હોય ! તે એમ સમજે કે સામાને આમ કહી ભોળવી લઈએ. આપણે કસમ ખાઈએ એટલા માત્રથી ક્યાં કંઈ થઈ જવાનું છે? થાય કે ન થાય પણ તારા મનમાં જે કલુષિત ભાવના આવી તેનાથી જ તારા ભગવાન, ધર્મ કે સંતાન પણ કલુષિત તો થઈ જ ગયા. સ્વાર્થનાં સંકુચિત કેરાલામાંથી બહાર આવી માનવ વિશાળ ભાવના જગાડે, ઉદારતા અપનાવે તે તેને પ્રપંચ સહિત જૂઠું બોલવાની જરૂર ન પડે. આવા ખતરનાક પાપથી બચવા માટે પિતાને સ્વાર્થ એ કરી નાખ, અંતરમાં પડેલી લાલસા અને તૃષ્ણ પર કાપ મૂકી દે જેથી આવા પાપ કરવા પડે નહીં. આ પાપ જીવનમાં ખૂબ જ સેવાતું હોય છે. તેના પ્રત્યે જાગૃત થવું અતિ આવશ્યક છે. જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં નાના-મોટા સહુ આ કાળમાં માયામનું સેવન કરતા થઈ ગયા છે. તેના પર વિચાર કરી તેના કુ-ફળને વિચાર કરી તેનાથી દુર થવા પ્રયત્ન કરીએ. માયાસ સંબંધી જે પાપ સેવ્યા હોય તેનું મિચ્છામિ દુકકડ. અઢારમું પાપ મિચ્છાદંસણ સલ : મિથ્યા-દર્શન-શલ્ય, અવળી માન્યતા, મિથ્યાત્વ, અને તેને કાટે, જે જીવને આત્મામાં ચૂભ્યા કરે ને કર્મબંધ કરાવ્યા કરે. તે સર્વથી માટે પાપ અઢાર પાપમાં મિથ્યાત્વ એટલે કે અજ્ઞાનને મેટું પાપ કહ્યું છે.