________________ આયણું 300 કારણું, બધાં જ પાપોની પાછળ મુખ્ય કારણ હેય તે અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં જ પાપની સંભાવના છે. જે અજ્ઞાન ન રહે તે માનવ પાપના પથેથી પાછો વળી જાય. અજ્ઞાન છે ત્યાં વિપરીત માન્યતા છે. ત્યાં પાપ અને પુણ્યનાં સાચા ખ્યાલ નથી. હતા. બીજી વાત એ કે અજ્ઞાન, પાપને પાપ તરીકે ઓળખવા દેતું જ નથી. અજ્ઞાન વધુ ખતરનાક છે. વળી પરમાં પિતાનું મુખ માનવાની વિપરીત ધારણું જ પરમાંથી સુખ મેળવવાના ફાંફા, પાપ કરાવે છે. માનવ એ સમજે કે મારું સુખ મારામાં જ હોય, બીજામાં ન હોઈ શકે. તેથી વસ્તુ, વ્યક્તિ, ધન વગેરેમાંથી સુખ મેળવવા પ્રયાસ જ ખૂટે છે. મારે ખરેખર સુખ જોઈતું હોય તે હું મારામાં જ ઊંડે ઊતરી જાઉં. મને જ ઓળખી લઉં તે મારામાં પડેલ અનંત સુખને આસ્વાદ લઈ શકું છું. અરે ! આ અનુભવ ન કર્યો હોય પણ આવી શ્રદ્ધા પણ જે આત્મામાં જાગૃત થઈ જાય તે ય જીવ સુખ મેળવવા પાપ નહી કરે. વળી મિથ્યાત્વ છે ત્યાં સુધી ભટકવાપણું છે. મિથ્યાત્વ જાય એટલે સ્વમાં સ્થિર થાય છે. સંસાર પણ પરિમિત થઈ જાય છે. માટે જીવે પુરુષાર્થ તે એ કરવાને છે કે અજ્ઞાનને ટાળી જ્ઞાનને પ્રાપ્ત કરે. મિથ્યાત્વમાંથી નીકળી સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. એક સમ્યગુ–દર્શન પ્રગટ થતાં પાપબુદ્ધિએ કરાતાં પાપ અટકી જશે, જીવ પિતે પિતાને આનંદ માણી શકશે, સ્વને જાણી શકશે. અને એ રીતે અનાદિથી આવતા પાપ પ્રવાહને એક મુખ્ય દરવાજો બંધ થશે. આશ્રવ ટળી ને સંવર થશે. પરંપરાએ નિર્જરા કરી મોક્ષને પ્રાપ્ત કરશે. મિથ્યાદર્શન શલ્યનાં કારણે જે કાંઈ પાપ દેષ સેવ્યા હોય તેનું મિચ્છામિ દુક્કડં. અઢાર પ્રકારનાં પાપનું સેવન આપણાં જીવનમાં કેવી-કેવી રીતે થાય છે. તે આપણે વિચાર્યું તે પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ આત્માનાં ગુણે છે. પણ આપણે પાપ-ભાવનાનાં કારણે, રાગાદિ ભાવેનાં