________________ આલેયણું 307 ગમતું મેળવવા, મળ્યા પછી ભેગવવા રાગ-દ્વેષ-કલહ પણ કરીએ. વિચારીએ! આપણાં જીવનની ચાલતી ઘટમાળમાં શું છે ? શું કરી રહ્યા છીએ? અરે! આપણે ગમે-અણગમે બીજા પર લાદવાને પ્રયાસ કરીએ. મારી અન્ડરમાં રહેતા હોય તેઓએ મને ગમતું જ કરવું જોઈએ. મને ન ગમે એવું એણે કરાય જ નહીં આવે આપણે અભિગમ હોય. તેથી બીજાનાં ગમા-અણગમાને ખ્યાલ તે કરીએ જ કયાંથી? પણ માણસ એ નથી વિચારો કે જેમ તેને પિતાના ગમા-અણગમા સ્વતંત્ર છે. તેમ બીજાને પણ હોય. કઈ પણ વ્યક્તિ પર મારા ગમા-અણગમાને લાદવાને મારો અધિકાર નથી. આટલું વિચારે તે પણ જીવન કેટલું સરળ થઈ જાય! આપણું જ્ઞાની પુરુષોએ તે એમ કહ્યું કે મારે જ શા માટે ગમે અણગમો ! તું જ બધા વિષયમાં તટસ્થ થઈ જા. તું તારા પૂરતું જ વિચાર. બીજાને શું છે તે તેના પર છોડી દે ગમતું-અણગમતું એ પણ એક પ્રકારની આસક્તિ છે. જ્યાં આસક્તિ છે ત્યાં ચીકાશ છે, ત્યાં કર્મ બંધન છે. ત્યાં ભવ ભ્રમણ છે! તેથી ગમવું ન ગમવું. જેને આપણે સહજ વૃત્તિ માની લીધી છે. એટલું તે જીવનમાં હોય જ ને ! એમ જ્યાં માનીએ ત્યાં કેવી કર્મ પરંપરા ઊભી થાય છે તે ભૂલી જઈએ છીએ. જે આ વૃત્તિને ઓગાળવી હેય તે, બધુ જ ગમશે, ચાલશે, ભાવશે, ફાવશે, આવી ભાવનાને કેળવી લઈએ તે રઈ અરઈ રહે જ નહીં. | ગમા-અણગમના કારણે સેવેલા પાપોનું મિચ્છામિ દુકકડ. સતરમું પાપ માયામ - એક જૂઠ અને બીજું માયા-કપટ સહિત જૂઠ. સામાન્ય રીતે જૂઠું બેલે તેનાથી કર્મબંધ તે થાય જ છે. પણ પ્રપંચ સહિત જૂઠું તો નિકાચીત કર્મનું કારણ છે. તમે બાળકને રમાડતા હો, ત્યારે તેને રમાડવા માટે જૂઠું બોલતા છે. અથવા બાળકનાં હાથમાં કેઈ છરી, સૂડી કે કાચની બેટલ આવી જાય. જેનાથી તેને નુકશાન થવાની સંભાવના છે તે તેનાં હાથમાંથી લઈને પાછળ સંતાડી દે અને કહો, જે કાગડે લઈ ગયે તે તે જૂઠ