Book Title: Hu Aatma Chu Part 03
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 326
________________ નાના ખભે મોટી જવાબદારી 417 આ પુસ્તકનાં કુફરીડિંગ દરમ્યાન રોજ લગભગ મધ્યરાત્રી પછી પણ જાગવું પડતું, પાછું પુસ્તકને વિષય ગહન, ગંભીર અને મર્મ સ્પશી તેથી પ્રુફ સાથે લેખનાં લખાણમાં ઉતરી જવાતું અને પછી ચિંતનતંતુઓ એક પછી એક કયાં નાં કયાં જોડાતાં રહેતાં- એવી જ એક રાત્રિ દિ. ૪-૭-૮૭ની હતી. જે કલમ મુફ તપાસતી હતી તેણે લખવાનું આરંભ કરી દીધુ. અને એક પછી એક પંક્તિઓ ઉતરતી ગઇએ પણ પ્રફ જેવું કપરું જ કામ, તેને મઠારી આપવા માટે મારા સહદયી વીલ મિત્ર પ્રા. શ્રી હરિભાઈ કે ઠારીને જહેમત આપી અને એમણે તે સ્વીકારી ઉપકૃત કરી છે. હું તેમની આભારી છું. આ “નિજજ્ઞાન” નું પઠન કરતાં પાઠકેને ખ્યાલ આવશે કે આ પુસ્તક “હું આત્મા છું” નિજજ્ઞાન-નિજભાન માટે સતત વાંચતાં રહેવું જોઈશે, જેથી ભેદ વિજ્ઞાન પ્રગટે, દેહાદિનું ખોટું આર્કષણ તૂટે, રાગશ્રેષમાંથી વિરક્ત થવાય, કર્મબંધ છૂટે અને આત્મા મોક્ષનાં માર્ગ તરફ પ્રયાણ કરી શકે. પૂજ્યશ્રીની સરળ ભાષા અને તેમાં લખાયેલે માર્ગ સૂચક બેધ, આત્મજ્ઞાનને સાર અને પથદર્શક જ્ઞાન-ટૂંકમાં, તેઓએ ગહન અધ્યાત્મનાં વિષયને સરળ ભાષામાં એ રીતે આલેખે છે જાણે “ગાગરમાં સાગર” અથવા “આચમની માં સાગર સમાવી લીધું હોય. જે સહજ સાધારણ જ્ઞાન ધરાવનારને પણ સમજી શકાય તેવું છે. આ જ્ઞાનદર્શનની સૂઝ એમની વિદ્વતા, બહુશ્રુતતા અને વિદુષીપણાનું અછું ઉદાહરણ છે તેઓશ્રીને મારા કટિશ વંદન. પરમ પૂજ્યશ્રી કે સુસજજનશ્રી સુરેન્દ્રભાઈને કયારેય પ્રત્યક્ષ મળવાનું નથી થયું છતાં એમણે મારી પર મૂકેલે વિશ્વાસ એમની પિતાની સુસરલતા અને નમ્રતાનાં પ્રતિકસમ છે. તેઓશ્રીને હું આભાર માનું છું. પૂજ્યશ્રીની એક વિનંતી :- " પારિભાષિક શબ્દો અલગ તારવ એને અર્થ સહિત તૈયાર કરવામાં એને અમલ સમયાભાવે કરી શકી. નથી તેથી ક્ષમા યાચું છું.

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330