________________ નાના ખભે મોટી જવાબદારી : " હું આત્મા છું " જેવા લગભગ 1200 પાનાનાં દળદાર ગ્રંથની (ત્રણ વિભાગમાં) મુફ રીડિંગની જવાબદારી પૂજ્યશ્રીએ મારા નાના ખભા પર મૂકી ત્યારે એક વખત તો મારી જાત પર અવિશ્વાસ જેવું થયું કે હું તે પાર પાડી શકીશ કે કેમ ? બીજી વાત, કામ તે એક જ હતું, પણ એની વ્યવસ્થા ચાર સ્થળે એ હતી. પ્રકાશક મદ્રાસમાં–મુ. શ્રી. સુરેન્દ્રભાઈ પ્રવચનકાર પૂજ્યશ્રી હૈદ્રાબાદમાં, મુદ્રક અમદાવાદનાં શ્રી નિતીનભાઈ અને મુફ માટે હું મુંબઈમાં !! આ ચારેયનું સમન્વય, શૃંખલાબદ્ધ સંકલન એક કામ હતું તે બીજી મહત્વની મુશ્કેલી હતી અલ્પ સમયમાં પ્રકાશન વ્યવસ્થા પૂર્ણ કરવી. આ ઘણું કપરું કાર્ય હતું. આંગડિયા સાથે અમદાવાદથી કંપઝ થઈ મેટર આવતી અને ત્વરિત ગતિએ એટલે કે મેડીરાત સુધી એની તપાસ–ભૂલ સુધારનું કાર્ય કરી પાછી એ જ ગતિએ આંગડિયા સાથે અમદાવાદ મોકલવી, એ ત્વરિત ગતિમાં કયાંક ઉતાવળમાં મારી પણ ભૂલ રહી હશે તે ક્યારેક કંપઝ કરનારાઓ પ્રેસનાં માણસ તરફથી પૂરતું ભૂલસુધારનું કાર્ય થયું હશે કે નહિ તે જોવા માટે સમય અને અમદાવાદ જવા-આવવાની સુવિધા ન હેવાથી બધું જ ભરોસા પર " વ્યવસ્થિત થયું જ હશે” તેમ માનીને ચાલવાને જ પર્યાય રહ્યો. પૂરતી નિષ્ઠા અને મહેનત કરી હેવા છતાંય ક્ષતિઓ માટે આવી મજબૂરી રહી જ હતી, મુદ્રક ભાઈશ્રી નિતીનભાઈએ પણ ખૂબ જ પરિશ્રમ દ્વારા સહકાર આપેલ છે તે છતાંય મારી આ મજબૂરીની ક્ષતિઓ માટે ક્ષમાયાચના કરવી જ રહી, આશા છે કે સહુદથી પાઠકે દરગુજર કરશે.