________________ આયણ 315 તે અતિચાર સુધી પહોંચે, શાસ્ત્રમાં આ ત્રણેની આલોચના કહી છે. આ ત્રણે પગથિયા સુધી પહોંચેલે જીવ આલેચના વડે શુદ્ધ થઈ શકે છે. પણ અણચાર રૂપ એથે પગથિયે ચડી પછી ગયા તેનાં માટે પ્રાયશ્ચિત જ હેય. કારણ અણચાર સુધી તે ત્યારે પહોંચે કે જયારે ઘણાં જ સંકલેશ પરિણામ આવ્યા હોય. તમે સહુમાંથી આ ચાર સપાનમાંથી કેઈએ પહેલા રોપાન સુધીનું પાપ કર્યું હશે. કેઈએ બીજા ને કેઈએ ત્રીજા તે તેને યાદ કરી મનનાં પ્રબળ ભાવ સાથે ખરા અંતઃકરણ પૂર્વક પ્રાયશ્ચિત લઈમિચ્છામિ દુક્કડં લઈ લેજે, જેથી આત્મા વિશુદ્ધ બની જાય. ખરા અર્થ માં આલોચના થઈ જાય. સ્વનું નિરીક્ષણ, પછી પરીક્ષણ પછી એકરાર, પછી સજા અને પછી શુદ્ધિ, આટલા પ્રોસેસમાંથી આત્મા બહાર આવશે ત્યારે સેળવાલનાં સોના જે થઈ ગયો હશે. આ છે પ્રતિક્રમણની સાધનાના અમર સાધકેની જીવન કળા ! જ્યારે કે મંગળ દિવસે વિશ્વનાં ભૂલેલા માનવીઓ પ્રમિક્રમણની સાધને અપઅપનાવશે, જીવનની એક રૂપતાનાં મહાન આદર્શને સફળ બનાવશે ત્યારે વિશ્વમાં ભૌતિક અને આધ્યાત્મિક –ઉભય પ્રકારનાં નૂતન જીવનને પ્રકાશ પડશે. સંઘર્ષો ને અંત આવશે અને દિવ્ય વિભૂતિઓનું અજર, અમર અક્ષય સામ્રાજ્ય સ્થપાશે. આલેચના કરી પ્રાયશ્ચિતથી શુદ્ધ થયેલા આત્મામાં વિશ્વમૈત્રીની મંગલ ભાવના પ્રગટ થયા વિના રહેતી નથી. આપણે સહુએ ભાવેને આ શબ્દો સાથે વ્યક્ત કરીએ– ખામેમિ સવ્વ જીવા, સબ્ધ છવા વિ ખમંતુ મે મિતી એ સવ્ય ભૂસુ, વેર મજઝ ન કેણઈ