________________ 310 હું આત્મા છું કારણે એ ગુણે વિકૃત થઈ ગયા છે. અને આપણે એ ગુણની વિરાધના કરતાં રહીએ છીએ. જ્ઞાની પુરુષ, જ્ઞાન કે જ્ઞાનનાં ગ્રન્થ અને અન્ય સામગ્રી રુપ જ્ઞાનનાં સાધનની અશાતના, અવિનય, અવિવેક, નિંદા વગેરેથી આત્માના જ્ઞાન ગુણની વિરાધના થાય છે. તે ન કરતાં આત્મામાં રહેલ જ્ઞાન ગુણને જગાડવા માટે જ્ઞાની પુરુષની સેવા-ભક્તિ, વિનય કરવાથી, તેમનાં ગુણગ્રામ કરવાથી, જ્ઞાન પ્રત્યે બહુમાન રાખવાથી, જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા રાખવાથી, જ્ઞાનનાં સાધનની યોગ્ય જાળવણી કરવાથી, બીજાને જોઈએ તે સહાય કરવાથી, તન, મન, ધનથી જ્ઞાન ભણનારને ઊપયેગી થવાથી આપણું આત્મામાં રહેલ જ્ઞાન ગુણ આવિર્ભૂત થાય છે. તે કરવું જરૂરી છે. તે " જ માલિત ભજનામાં જો દર્શન એટલે શ્રદ્ધા ગુણ. એ પણ આત્માની મહામૂલી પૂંજી છે. પણ વિપરીત ધારણથી, અજ્ઞાનનાં સેવનથી, અશ્રદ્ધાળુના વિશેષ પરિચયથી આપણે શ્રદ્ધા ગુણ ઝાંખે પડી ગયું છે. તેના પર અશ્રદ્ધાનું આવરણ આવી ગયું છે. પણ સંતનાં સમાગમે, સર્વજ્ઞ–સર્વ દશી પરમાત્માની વાણ પ્રત્યે અતૂટ વિશ્વાસ કેળવવાથી, છ યે દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ જાણવાથી તેમાં પણ હું આત્મા છું અને મારો સ્વભાવ જ્ઞાન-દર્શનમય છે. જ્ઞાતા-દષ્ટ ભાવ મારે કેળવવાનું છે. મારી અનંત શક્તિ જે આત્મામાં પડેલ અનંત સુખને હું વેદી શકું છું આવી શ્રદ્ધા પ્રગટ થાય છે. શ્રદ્ધા પ્રગટતા અનાદિનું મિથ્યાત્વ દૂર થાય છે. જીવ પિતાને અનુભવે છે. જીનેશ્વર પ્રભુ જે સુખાનુભૂતિ કરે છે તેના અંશને જીવ અનુભવે છે. માટે આપણું દર્શન ગુણને પ્રગટ કરે એ અવશ્ય કર્તવ્ય છે. ચારિત્ર તે આત્મ સ્થિરતા રૂ૫ સ્વરૂપ-રમણતાનું નામ. જી વિભાવનાં કારણે આત્મ સ્થિરતા ગુમાવી દીધી છે. પહેલાં બતાવ્યા તે બધાં જ પાપ ચારિત્રનાં ઘાતક છે. તે ચારિત્ર ગુણને કલુષિત કરી નાખે છે. માટે જ આ સર્વ પાપો ત્યાજ્ય બતાવ્યા છે. આપણું વ્રતની પ્રરૂપણા પણ એટલા માટે જ છે, કે સર્વથા વ્રતનું પાલન કરવા રૂપ મહાવતે