________________ આલોયણું 311 નું પાલન થાય તો ચારિત્ર ગુણ બહુ જલ્દી નિર્મળ બને અને ન થાય તે દેશવિરતી રૂપ અનુત્ર નું પાલન કરી ચારિત્રની શુદ્ધિ કરવાની આવશ્યકતા છે. અહિંસા-સત્ય આદિ બાર વ્રતના ભાવનું પાલન કરવાથી હિંસાદિની વૃત્તિઓ જ અંતરથી ઉતરી જાય છે. બહારનાં જેટલા વિધિ-અનુષ્ઠાને નું પાલન કરવા કહ્યું છે તે પણ અંતરની ચારિત્ર ભાવનાને જાગ્રત કરવામાં સહાયક સાધન છે. માટે આપણે ક્રિયા-વિધિ ભાવપૂર્વક, સમજણ સહિત કરીએ. અને અંતરનાં ભાવે ને જાગૃત કરીએ. આત્મ લક્ષ્ય શાક્ત અનુષ્ઠાને કરતા રહીએ. તપ તે કર્મ નિર્જરાનું અમેઘ સાધન. નવકારશી પચ્ચકખાણથી લઈને અનશન સુધીનાં સર્વ તપને હેતુ સત્તામાં પડેલ અનત કર્મોને ક્ષય કરવાનું છે, તપ કરવાથી રસેન્દ્રિય પર વિજય મેળવવાની સાથે-સાથે અંતરમાં પડેલ અન્ય આસકિતઓને પણ જીતવાની છે. તપ કરી તેના બદલામાં ભૌત્તિક સુખની કામના, યશકિત કે માનની અભિલાષા રાખવી તે યથાર્થ તપ નથી. તપ એ આધ્યાત્મિક સાધન છે. ભૌતિક વ્યવહારની વાહ-વાહ મેળવવા માટે તે ભૌતિક સાધને ઘણું હોય, ધન થી પણ યશ-કીતિ–પ્રતિષ્ઠા મેળવી શકાય છે તપ જેવા ઉત્તમ સાધનને ક્ષણિક–નાશવંત તુચ્છ વસ્તુ મેળવવા માટે ખચી શકાય નહીં. અરે ! તપના બદલામાં પરલેકનાં સુખ મેળવવાની કામના પણ નહીં માત્ર આત્મ શુદ્ધિનાં લક્ષ્ય કર્મ-નિજર કરવાના હેતુથી જ, તપ થવું જોઈએ. તપ નાં ભાવ ને સમજી, માત્ર રૂઢ પરપરાએ થતાં તપને છેડી તેના યથાર્થ રૂપમાં કરતાં શીખીએ. ઉપવાસ કરીએ તે પણ આત્મ સન્મુખતા જાગે એવી ભાવના વડે સ્વ-નિરીક્ષણ કરતાં રહીએ તે જ તપની સાથકતા છે. જે તપસ્વીઓ તપ વડે આત્મ શુદ્ધિ અને અંતે સિદ્ધિ પામી ગયા તે સહુ શુદ્ધ હેતુ પૂર્વક કરાયેલા તપથી જ પામ્યા છે. આપણે પણ એવા જ યથાર્થ તપ ને આદરીએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના શાસ્ત્રોમાં આત્મલક્ષ્ય કરવાની બતાવી છે તે લક્ષ્ય ચૂકીને માત્ર ભૌતિક સ્પૃહાથી આરાધના થઇ