________________ 305 આયણ ન દેખાય, તેમાંથી અવગુણ ને જ શોધતો ફરે. જેમ કાગડે પશુનાં શરીર પર પડેલા ભાઠા-ચાંદાને જ શેતે હોય, જેમ ગાયનાં આંચળ પર બેઠેલી ઇતડી ગાયનું દૂધ ન પીએ પણ રક્ત જ પીએ તેમ આ માણસ ચાડી-ચુગલી કરવા માટે દોષ ને જ જુએ. | દોષ દૃષ્ટિ એ હલકી દષ્ટિ છે. પા૫ દષ્ટિ છે. જેવા તે યુધિષ્ઠિરની જેમ ગુણ જ જેવાદુર્યોધનની જેમ દેષ નહીં. આપણે આપણું દષ્ટિને બદલી નાખીએ તે ચાડી-ચુગલીનું પાપ સેવન નહીં થાય. અભ્યાખ્યાન અને પૈશુન્યમાં અંતર એ છે કે અભ્યાખ્યાન નહીં કરેલા દોષ ને પણ દેષરૂપ દેખાડે છે અર્થાત્ કઈ વ્યક્તિએ કશું જ અધમ કાર્ય ન કર્યું હોય છતાં તેણે તે કર્યું છે તેમ કહેવું તે અભ્યા ખ્યાન છે. જ્યારે પૈશુન્ય કઈ વ્યક્તિએ કાર્ય કર્યું છે તે જાણીને તેને હલકે પાડવા માટે, બીજાની દષ્ટિથી ઉતારી પાડવા માટે તેનું કાર્ય બીજા પાસે પ્રગટ કરી દેવું. આવું પાપ સેવ્યું હોય તે મિચ્છામિ દુક્કડં. પદરચું પાપ પર પરિવાદ– પારકી નિંદા કરવી તે પરંપરિવાદ. નિદા એ બહુ જ મીઠી ચીજ છે. લોકે ને બહુ જ ગમે. કેઈને દોષ જે નર્થી અને પાંચ જણાને કહેવા ગયા નથી. - નિંદા કરનાર વ્યક્તિ પોતાને સર્વ શ્રેષ્ઠ સમજતે હોય છે. હું સારે છું. બધી રીતે બરાબર છું. સર્વ–ગુણ સંપન્ન છું. અને અમુક વ્યક્તિ આવે છે, તે છે. એમ એ કહેતે ફરતે જ હોય. બીજાની નિંદા કરનાર પિતાની બડાઈ કર્યા કરતે હોય, વળી એ કરે છે એવું મને ન ગમે. હું કઈ દિવસ ન કરું. મારું તે એ કામ જ નહીં. આવું તે એ કેટ-કેટલું કહેતા ફરે. મોટા ભાગનાં માણસે–ચાર-છ જણે ભેગા થાય એટલે કેઈને કઈ વ્યક્તિ તેનાં હાથમાં આવી જ હોય, પછી તે પાડોશી હોય, સમાજને કેઈ સભ્ય હોય. કેઈ રાજકારણી હોય, કે ગમે તે વ્યક્તિ હોય, પણ ભેગા થઈને નિંદા જ કરતાં હોય જેને આપણાં શાસ્ત્રોમાં છિદ્ર ભાગ- 3-20