________________ 304 હું આત્મા છું અને સહુથી અગત્યનું કારણ છે, તે એ છે કે માનવ, બીજાને નીચે, હલકે બતાવવા પ્રયાસ કરતા જ હોય છે. એટલે ખોટા આળ ચડાવીને પણ તેને હલકે પાડ હોય છે પણ કર્મ ફિલેફીને એક સિદ્ધાંત ભૂલવા જેવો નથી કે આળનાં કર્મ, આળથી જ ઊતરે ! અર્થાત્ તમે કોઈપર આળ ચડાવ્યું હશે તે તે કર્મ ઉદયમાં આવશે ત્યારે તમારા પર પણ આળ જ ચડશે. ત્યારે રોવા બેસશે કે તમારી નિર્દોષતા પૂરવાર કરવા જશો તે નહીં થાય. વળી કઈ પર આળ ચડાવવું તે આપણે હલકી મને વૃત્તિનું જ દર્શન છે. જેના પર આળ ચડાવીએ તે તે હલકે પડે જ પણ ચડાવનાર પણ સમાજમાં હલકે પડી જાય. જે બેબીએ સીતાજી પર આળ ચડાવ્યું તેને ઇતિહાસમાં કેણ માનની નજરે જુએ છે ! ધોબી પણ હલકે જ કહેવાય. તે આપણાં મનમાં રહેલ આ વૃત્તિ અતિ ભયંકર છે. તે વૃત્તિને અંતરમાંથી કાઢવા પ્રયત્ન કરે જરૂરી છે. આવી વૃત્તિથી કઈ પર આળ ચડાવ્યા હોય અને પાપ દેષ લાગે હોય તે મિચ્છામિ દુક્કડ'. ચૌદમું પાપ પશુન્ય - ઐશુન્ય અર્થાત્ ચાડી ચુગલી કરવી. કેઈએ કાંઈ કર્યું તે બીજા પાસે જઈને કહેવું તે છે પૈશુન્ય. આ પણ એક હલકી વૃત્તિ જ છે. જે માણસનું લક્ષ્ય બીજાને ઊતારી પાડવાનું છે. નીચે દેખાડવાનું છે તે જ આવું કામ કરે. નાના બાળકોમાં તે પોતે સારે છે અને અન્ય બાળક તેફાની છે એમ બતાવવા માટે આ વૃત્તિ હોય છે પણ મોટા થયાં પછી ઈર્ષ્યા-દ્વેષની આ ભાવના વધે છે અને તે પોતે કઈપણ સ્થાને હોય પણ ચાડીચુગલી કર્યા જ કરતે હોય છે. આવી વૃત્તિ કલહનું કારણ પણ બને છે. જેને તમે નીચે દેખાડવા માગો છે એ તે કદાચ નીચે દેખાશે કે નહીં દેખાય પણ તમારી ઈર્ષ્યા-દ્વેષથી ભરેલી મને વૃત્તિનું દર્શન તે થઈ જ જશે. આ વૃત્તિ દોષ-દર્શન તરફ જ દષ્ટિ ને લઈ જાય છે. આવો માણસ કેઈનાં ગુણ જોઈ શકતું નથી. ગમે તેટલા ગુણ વ્યક્તિમાં હોય, પણ એ