________________ 302 હું આત્મા છું વિવેક ગુમાવી વ્યક્તિની મર્યાદા ગુમાવી, તેની સાથે ગમે ગમે તેમ બોલવા માંડે છે અને તે બેલવું ઝઘડાનું રૂપ ધારણ કરે છે. પછી તે કઈ પણ બે વ્યક્તિ હય! પતિ-પત્નિ હોય, ભાઈ-બહેન હેય, સાસુ-વહુ હોય, દેરાણી-જેઠાણી હોય, નણંદ-ભેજાઈ હેય. ગમે તે સંબંધમાં હોય. અરે બે પાડોશી હોય કે સમાજને કંઇપણ વ્યક્તિ હોય, સંસ્થાનાં કાર્યકર્તા હોય કે રાજ્યને નેતા હોય પણ આત્મામાં રહેલ વિકૃતિ ભા ભેગા થાય ત્યારે કલહનું રૂપ ધારણ કરે. જેમાં સર્વ પ્રથમ તે અહં જાગે. આમ કેમ થાય ? પછી ભલે ગમે તેવી નાની વાત હોય ! ગૃહસ્થી છે તો પાણું ભરવાની વાત હોય, આંગણું સારૂ રાખવાની વાત હોય. બાળકની રમતની વાત હોય. પણ આવી નાની વાતમાં તમારાથી આમ થાય જ કેમ ? ત્યાંથી શરૂ કરી પાડોશી સાથે કલહ ઉભું થાય તે તેનાં બાપ-દાદા સુધી પહોંચી જાય. આ અહં પિતાનાં સ્વજન સાથે પણ લડાવે. અહંમાંથી ક્રોધ જાગે. કોધમાંથી ષષ્ય જાગે અને ધીરે—ધીરે માયા-લોભ આદી બધાં જ કષાયે ભેગા મળી હુમલે કરે. જેનાં પરિણામ મત સુધીનાં હોય. આવા કલેશનાં ભાવે પોતાનાં અંતરમાં વ્યાકૂળતા પેદા કરે અને અન્ય સર્વને પણ સંતાપ જગાડે. અરે ! કયારેક તે રાંધ્યા ધાનની ઢાંકણી ન ઉઘડે ! એટલું જ નહીં દેરાણી-જેઠાણીનાં ઝગડાએ એક વખત બાળકને જીવ લીધેલ. ઝગડે કરીને દેરાણું પોતાનાં બાળકને સ્તન–પાન કરાવે છે. અતિશય ક્રોધ-શ્રેષ-ઈર્ષાનાં કારણે માતાના શરીરનું લેહી ગરમ થઈ ગયું છે. ઝેરી બની ગયું છે એ ઝેર માતાનાં દૂધ વાટે બાળકના પેટમાં ગયું છે. બાળકને ઝેર ચડયું અને મરી ગયું. આવી છે ઝગડાની કથા ! માનવે સાથે જીવતાં હોય ત્યાં મત-ભેદ થાય ! એક-બીજાને કહેવું પડે પણ જે સભ્યતા અને વિવેક હોય તે કહેવા છતાં તેનું પરિણામ આવું ઉગ્ર ન આવે. માટે જીવન જીવવા માટે પણ સમતા અતિ આવશ્યક છે. સમતા જેમ આધ્યાત્મિક ઉત્થાન માટે ઉપકારી છે તેમ વર્તમાનકાળે જ્યાં જીવી રહ્યાં છે જેની સાથે જીવી