Book Title: Hu Aatma Chu Part 03
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 309
________________ 300 હું આત્મા છું બીજુ જે વ્યક્તિ પ્રત્યે રાગ છે. તે વ્યક્તિ પાસે જ રહે. દૂર ન જાય તે માટે પણ કેટલું કરીએ? જેને આપણે જેને પરિભાષામાં આર્તધ્યાન કહ્યું છે. તે ર્યા જ કરીએ. ગમતી વ્યક્તિ કે વસ્તુને સંગ ઈચ્છીએ અને ન ગમતી વ્યક્તિ કે વસ્તુને વિગ ઈચ્છીએ. જેનો સંયોગ જોઈએ છે તે ન મળે તે દુઃખી અને જે નથી જોઈતું તે આવી મળે તે પણ દુખી આ બધાં જ રાગનાં ભા. વળી જ્યાં રાગ છે ત્યાંજ દુઃખ છે. માણસને પોતાનું સ્વજન મરે કે ગમતા પદાર્થ નષ્ટ થઈ જાય તે જ દુઃખ થાય છે. નહીં તે રોજ સેંકડો માણસો મરે છે કેઈનું ય દુઃખ થતું નથી. રેજ હઝારે પદાર્થો નાશ પામે છે તેનું પણ દુઃખ નથી. આવું દુઃખ મનમાં કેટલે સંતાપ ઊભું કરે ? જે સંતાપ અનેક કર્મો બંધાવે. રાગ એ જીવને સ્વભાવ નથી. જીવને સ્વભાવ તે વીતરાગતા છે. જેટલા રાગ ભાવમાં વધુ પાણ એટલા પિતાના સ્વરૂપથી દુર થવાનાં. માટે ધીરે- ધીરે રાગનું ક્ષેત્ર સંકેચીને વીતરાગતા તરફ જવાનું છે. ગૃહસ્થાશ્રમમાં છે તેથી સહુ સાથે પ્રેમ તે રાખે જ જોઈએ. પ્રેમ વિના છવાતું નથી. પણ એ પ્રેમ આંધળા મોહનું સ્વરૂપ ધારણ ન કરે એજ સાવધાની રાખવાની છે. રાગ છે ત્યાં મલિનતા છે. પ્રેમ છે ત્યાં નિર્મળતા છે. અંતકરણ મલિન ન થાય પણ નિર્મળતા ટકી રહે. એ ખાસ અગત્યનું છે. રાગના કારણે થયેલા પાપનું મિચ્છામિ દુક્કડં. અગ્યારમું પાપ ષ - રાગની બીજી બાજુ ષ ભાવ હોય જ. રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. દ્વેષ પણ વીતરાગ ભાવનું વિકૃત સ્વરૂપ છે. આપણી અનુકૂળતાનું પિષણ કરનાર પર જેમ રોગ થાય છે. તેમ આપણુથી પ્રતિકૂળ વરતારા પ્રત્યે દ્વેષ ઊભું થાય છે. વાસ્તવમાં વિચાર કરીએ તે આપણને કેઈ વ્યકિત કે વસ્તુ પ્રિય-અપ્રિય હોય છે. તેનાં કરતાં પણ આપણી અનુકૂળતા અને પ્રતિકૂળતા જ પ્રિય-અપ્રિય હાય છે. આપણને ગમતી વ્યકિત પણ જયાં સુધી આપણને અનુકૂળ થઈને રહે ત્યાં સુધી બહુ ગમે. એ થોડી પ્રતિકૂળ થવા માંડે તે એક-બે ને

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330