Book Title: Hu Aatma Chu Part 03
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 315
________________ S ન મ ' = મ + *. 306 હું આત્મા છું ગવેષી નામ આપ્યું. તે પણ પેલા કાગડાની જેમ ખરાબ જ જુએ. સારા તરફ દષ્ટિ જ ન જાય. આ વૃત્તિ પણ એટલા માટે જ ઉદ્દભવે છે કે બીજાનું સારૂં જોઈ ન શકે. કેઈની ચડતી થતી હોય, યશ-કીતિ ફેલાતી હોય. લે કે તેની પ્રશંસા કરતાં હોય. આ બધું સાંભળી શકાય નહીં. એ આગળ આવી ગયે આવી ઈર્ષ્યા-દ્રષની વૃત્તિ નિંદા કરાવે. આ પણ માનવમનની હલકી વૃત્તિનું જ પ્રદર્શન છે. જ્ઞાનીઓએ તે પિતાનાં દોષ જોઈ તેની નિંદા કરવાનું કહ્યું છે. તેથી જ સામાયિકનાં પાઠમાં નિંદામિ શબ્દ આવે છે. પણ અવળી ખોપરીનાં માનવે પિતાની તે પ્રશંસા શરૂ કરી અને પારકી નિંદા. નિંદા કરનાર કેટલીક વાર અસત્યને આશરો પણ લેતે હોય. તેથી એ ઈષ્ય–ષ, અસત્ય આદિ દેષથી ગુનેગાર થાય છે. અશુભ કર્મ બંધન પણ એટલા જ કરે છે માટે જીવે આવી નિંદાના પાપથી બચવું જોઈએ. નિંદા સંબંધી દોષ લાગ્યા હોય તે મિચ્છામિ દુકકડ. સોળમું પાપ રઈઅરઈ-ગમો અને અણગમો. આ તે જીવની સાથે પળે પળે જોડાયેલા છે. આ ગમે ને આ ન ગમે. પાંચે ઈન્દ્રિયનાં પ્રત્યેક વિષયમાં ગમવું ન ગમવું છે જ. અમુક શબ્દો સાંભળવા ગમે, અમુક ન ગમે. અમુક પ્રકારનું રૂપ-દશ્ય-વ્યક્તિ-વસ્તુ જેવા ગમે, અમુક ન ગમે. સુગંધ ગમે ગંધ ન ગમે. સુ-સ્વાદુ રસ ગમે, અન્ય ન ગમે. શીતળ, સુંવાળા સ્પશે ગમે, અન્ય ન ગમે. આમ બધા જ વિષમાં ગમવું ન ગમવું છે જ. તેની સાથે ગમે તેમાં રાગ અને ન ગમે તેમાં શ્રેષ, આ રાગદ્વેષ પણ જોડી દઈએ. સાથે હર્ષ અને શેક પણ ખરાં જ. આપણે આપણું આખા દિવસનાં મન-વાણીને વિચારીએ તે એ કે તે હર્ષમાં હશે કાં શેકમાં હશે. ગમ્યુ તેને હર્ષ, ન ગમ્યુ તેને શેક મનમાં થાય અને વાણી દ્વારા બહાર નીકળે. વળી આપણી ગમાના પોષણ માટે અને અણગમાના શોષણ માટે અન્ય જીનાંય શેષણ કરીએ. હિંસા-અસત્ય આદિનાં પાપ પણ સેવીએ.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330