________________ આલોયણું 299 હોય તે દાનાદિ ધર્મમાં સાંકડો જ હોય. માટે જે ભેગભાવના સાંકડી કરો તે ધર્મ માગે–પરમાર્થ માગે ધનને વ્યય કરવામાં લાભ નહીં જાગે. લોભી વૃત્તિનાં કારણે જે કંઈ પાપે સેવ્યા હોય તે માટે મિચ્છામિ, દુક્કડે. વળી કર્મ-ફિલેફી ને એક સિદ્ધાંત ખાસ યાદ રાખવા જેવું છે કે કોધ-માન-માયા-લેભ એ ચાર કષામાંથી જેને ઉદય હેય તે જ કષાયને બંધ ફરી ત્યારે પડે છે. એટલે કે ક્રોધનાં ઉદયમાં ક્રોધ મેહનીય કર્મને જ બંધ પડે. એજ રીતે ચારે કષાનાં ઉદયમાં એજ કષાને બંધ પડે. ફરી એ ઉદયમાં આવે ને તેની પરંપરા ચાલુ જ રહે. માટે જ જીવે ચારે કષાયથી બચીને ચાલવાનું છે. પૂર્વનાં બંધ હોય એટલે ઉદયમાં તો આવે જ પણ તેમાં ભળી જવાનું નથી. પણ સમતા, નમ્રતા, સરળતા અને સંતેષ વડે ચારેય ને જીતી લેવાના છે. કષાનાં પાપથી બચવા અકષાય ભાવેને જીવનમાં ઉતારવા આવશ્યક છે. દસમું પાપ રાગ -રાગ–મેહ-મમતા બધાં જ જુદાં જુદા રૂપે સામાં આવતાં ભાવે છે. જીવનમાં રાગનું ક્ષેત્ર બહુ જ વ્યાપક છે. આપણને વ્યક્તિ પર રાગ, વસ્તુ પર રાગ, આપણી માન્યતાઓ પર રાગ, ચારે બાજુ રાગ, જ્યાં આપણી અનુકૂળતા છે ત્યાં રાગ હોય જ. જેટલી વ્યકિત આપણને અનુકૂળ થઈને રહે. તે બધી આપણને પ્રિય. તેનાં માટે આપણે બધું જ કરવા તૈયાર બધું જ સહેવા તૈયાર. માતાપિતાને બાળકને મોહ છે, રાગ છે, તેથી જ બાળક માટે શું-શું ન કરે ? કેટલું સહન કરે છે ? એ તો ઠીક પણ જે વસ્તુ પર, પદાર્થ પર તમને રાગ થાય. એ વસ્તુ મેળવવા માટે કેટલા પાપ? ગમે તે ભેગે મેળવવું. પહેલાંના સમયમાં રાજા હતાં ને રાજ્યને વિસ્તાર કરવાને રાગ હતે. તે હઝારોનાં લેહી રેડીને પણ બીજુ રાજય મેળવતાં હતાં. આજે એ નથી પણ જીવમાં પડેલી આ રાગવૃત્તિ ક્યાંય ગઈ નથી. એક નહીં તે બીજી વસ્તુ. જે ગમી, તે ગમે તેમ કરીને પણ મેળવવી જ હોય છે. -