________________ આલેયણું 297 રહ્યાં. જે માણસ પાસેથી શી રૂપિયા લેવાનાં હોય તે અભણ હોય. ગણિત જાણતું ન હોય તેથી તેને આ હિસાબ ગણાવે મારે લેવાનાં છે તેમાંથી પાંચ ઓછા કરી તમારી પાસેથી નેવું જ લઈશ. પેલે સમજે નહીં તેથી ખુશ થાય કે શેઠે પાંચ ઓછા કર્યા. આમ અનેક જાતની છેતરપીંડી કરી ને ધન ભેગું કરે. રાજય ને ભરવાને Tex ન ભરતાં તેમાં ય કંઈક ગોટાળા કરે. આવી પ્રપંચ લીલા વડે ધન કમાઈ શેઠ કહેવાય અને પાંચમાં પૂછાય ! માટે દાનેશ્વરી કહેવાય ! એ જ રીતે ઘરમાં રહેતાં અન્ય સભ્યો સાથેના વ્યવહારમાં પણ બતાવવું. અમે એવું જોયું છે. દેરાણું-જેઠાણી સાથે રહેતાં હોય તે એક -બીજાનાં બાળકને એક-બીજાનાં રૂમમાં મેકલે. જા, જોઈ આવ તે કાકી શું કરે છે ? એનાં છોકરાઓને શું આપે છે? વગેરે વગેરે, આવી છે વૃત્તિ તે પણ માયા-પ્રપંચ છે. વળી એક વાત એ છે કે માયા-પ્રપંચ કરવાનું કારણ પણ એ જ કે પિતે બેટો છે. જે ખોટો ન હોય, સત્ય રાહે ચાલતું હોય તેને પ્રપંચ કરવાની જરૂર ન પડે. તેની જીવન કિતાબ ખુલી હેય. તે જે છે તે જ સહુની સામે રજુ થઈ શકે છે. તેને છૂપાવવાનું કંઈ હેતું નથી. - જ્યાં માયા છે ત્યાં સરળતા નથી. અને આત્મ સંતોષી જીવન માટે સરળતા એ પહેલી શરત છે. સરળ વ્યક્તિ આધ્યાત્મિક દ્રષ્ટિએ કર્મ ઓછા બાંધે છે. અને સામાજિક કે કૌટુંબિક દૃષ્ટિએ બધાને વિશ્વાસ અને પ્રેમ જીતી શકે છે. માયાવીને માયા-પ્રપંચ દ્વારા થોડા સમય બહુ બધુ મળી જતું હોય તેમ લાગે પણ કમ–બંધન વધુ કરે છે અને ધીરેધીરે સહુમાંથી વિશ્વાસ પણ ગુમાવી બેસે છે. તેને કેઈના તરફથી સાચે પ્રેમ મળતું નથી. માટે જ માયા-પ્રપંચનાં ભાવેને છેડી સરળતાને અપનાવતાં શીખે બહારથી થતું નુકશાન થતું દેખાય તે ભલે થાય પણ સરવાળે તમે લાભમાં જ રહેશે. માટે સરળતા એ જ સર્વોત્તમ ગુણ છે.