________________ આલેયણા 295 પિતા પાસે ધન હોય તે ઘન પણ અભિમાનનું કારણ બને છે. અરે ! કેટલાક એમ કહેતા હોય આ ગામમાં મારા જેટલે પૈસે કઈ પાસે નથી. હું સહુથી શ્રીમંત ! એ જ મદ સત્તાને. એક નાની સંસ્થાને પ્રમુખ કે એક ફર્મને મેનેજિંગ ડાયરેકટર થઈ ગયે કે અભિમાનથી જ વાત કરે, બીજાને તુચ્છ સમજે ! તેને પૂછીએ કે તું જે સંસ્થાને પ્રમુખ છે એવી સંસ્થા દેશમાં કેટલી ? તે તે સંસ્થાએનાં પ્રમુખે પણ હશે ને ! પણ તું સહુથી મટે ! જે ફમને ડાયરેકટર હેય એવી ફેકટરીઓ તે અહીં ઢગલાબંધ છે અને તેમાં તારાથી યે સમજદાર, ભણેલા ડાયરેકટર છે. તેમાં તું કોણ ? બાપનાં પૈસાનાં જેરે અભિમાન કરતો પેલે વિદ્યાથી જ્યારે અન્ય વિદ્યાથીઓને રંજાડે છે. ત્યારે શિક્ષકે તેને બેધપાઠ આપે કે ભારતનાં નકશામાં તારું અમદાવાદ કયાં ? અને તેમાં તારા બાપનાં બંગલાને સ્થાન ક્યાં ? જેને નકશામાં એક નાનકડા બિંદુ જેટલી પણ જગ્યા મળી નથી, તેનું અભિમાન શું ? પણ આવું કયાં વિચારે છે માણસ ? એ તે પિતે જ કાંઈક છે એમ માની ઊંચી ગરદન રાખી ચાલતું હોય ! મારી બહેને પાસે રૂપ હોય, આવડત હોય. પિતા કે પતિને પૈસે હોય, પિતા પાસે ભણતર હેય, પછી જે જે એને રૂવાબ ! ધરતી પર પગ પણ ન મૂકે ! એટલા અદ્ધર ચાલે ! આવી જાતનાં અભિમાને એ સૂચવે છે કે અભિમાન કરનાર વ્યક્તિ કેટલા સંકૂચિત કુંડાળામાં પડી છે! આ વિરાટ-વિધને જુએ. તે બહુ રત્ના વસુંધરા” નાં ન્યાયે અનેક રસ્તે પૃથ્વી પર પડયાં છે જેમાં પોતાનું સ્થાન પણ આવી શકે તેમ નથી. આ ખ્યાલ જે તેને આવે તે અભિમાન ઓગળી જાય. માનવે એ સમજવાની જરૂર છે. જેના માટે અભિમાન કરું છું તે બધું જ ભૌત્તિક અને સ્વપ્નવત્ છે. કાયમ રહેનાર નથી, નાશવંત છે. આજે જેના માટે અભિમાન કરું છું. એ કાલે થપ્પડ મારીને ચાલતું થશે. તે