Book Title: Hu Aatma Chu Part 03
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 305
________________ 296 હું આત્મા છું બધાની પાસે મારે લાચારી કરતાં જવું પડશે. માટે કોઈપણ રીતનું અભિમાન કરવું યોગ્ય નથી. નમ્રતા એ જ જીવનની શેભા છે. જે નમીને ચાલે છે તે જ મહાન બની શકે છે. આપણાં જેટલા મહાપુરુષ થયાં એ બધાં નમ્રતા વડે જ મેટા થયાં છે. અભિમાની માણસની વૃત્તિ અક્કડ હોય તેને બટકતા વાર ન લાગે જ્યારે જે નમ્ર છે તે વાંસની છે તથા નેતર જેવું નરમ હોય કે કદી તૂટે નહીં. - આપણું અભિમાન કેટલા છે ને ત્રાસરૂપ થાય. પિતાનાં અહે નાં પિષણ માટે અન્ય ને તુચ્છ સમજી તેને અપમાનિત કરવામાં પણ માણસ ને વધે ન આવે. તે ત્યારે જોઈ ન શકે કે મારો સત્તાને મદ અન્ય માટે કે દુઃખદાયી છે. અરે ! આપણાં શાસ્ત્રોમાં એવા દષ્ટાંતે છે કે સત્તાના મદમાં આંધળા બની માણસોએ કેવા ઉગ્ર વેરાનુબંધ બાંધી લીધા હેય. અને તે ભગવતાં પછી પિતાને જ કેવી પીડા ખમવી પડી હોય. તે અભિમાન થી અક્કડ બની ન ચાલતાં. નમ્રતાને કેળવી વિનયશીલ બનવું જરૂરી છે. જે આ જીવનમાં સુખ-શાંતિ અને આનંદનું કારણ બને અને ભવિષ્ય માટે અશુભ કર્મબંધથી અટકાવે. અભિમાને દુખ ઉપજે અભિમાને જશ જાય; મિથ્યા અભિમાને કરીને જાનનું જોખમ થાય. માટે અભિમાન સર્વથા ત્યાજ્ય છે. અભિમાન સંબંધી દોષ લાગે હોય તે મિચ્છામિ દુક્કડં. આઠમું પાપ માયા - માયા અર્થાતું કપટ, પ્રપંચ. સ્વાર્થમાં આંધળે બની માણસ પ્રપંચલીલા ખેલતે હોય છે. સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરતો હોય. ભેળા માણસને ભરમાવતા હોય. તેમાં ય ધનની લાલસા માં લપસી પડેલો માણસ મહા ભયંકર પ્રપંચે કરતે હેય. તેનાં હિસાબ માં પણ ગોટાળા હોય. જે કેઈ અભણુ–ગામડીયો માણસ મળી જાય તે તે તેને બરાબર નીચોવી નાખે. એ એ હિસાબ કરે - સેળ પાંચ પચ્ચાશી, પાંચ કામ, નખે તો દેસી! સેળ પંચા પંચ્યાસી. પાંચ ઓછા કર્યા તે નેવુ થયા. બસ નેવું જ દેવાનાં

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330