________________ આલોયણું 301 ત્રણ વાર તે ચલાવી લઈએ. જતું કરી દઈએ. પણ ચોથી વાર જે એમ જ વતે તે તરત તેના પર પણ દ્વેષ ભાવ આવે. - આપણે જોયું છે કે ગાઢ મિત્રે હોય. એક-બીજા વિના ચાલતું ન હોય. જીગરજાન દોસ્ત હોય, અરે બે દેહ એક આત્મા જેટલી નિકટતા હોય પણ જે કે પ્રતિકૂળ નિમિત્ત ઊભુ થઈ જાય છે એ જ બંને એવા કટ્ટર શત્રુ બની જાય કે એક-બીજાનું મુખ જેવું ન ગમે. મરવામારવા સુધી તૈયાર થઈ જાય. આવા દ્રષ ભાવે અંતરમાં વેર-ઝેર ઘુંટયા કરે છે. ટ્રેષનાં કારણે જ વેરાનુબંધ થાય છે. આખું યે જીવન હૈષનાં કારણે વિષમય થઈ જાય છે. કારણ માનવની એ ખાસિયત છે કે એ પિતાનાં મિત્રને યાદ ન કરતે હોય એટલે શત્રુને યાદ કરતા હોય છે. શત્રુ સાથે બદલે લેવા, તેનું બગાડવાના ચાન્સ એ શોધતો હોય તેથી અંતરમાં રહેલ દૈષની ભાવના ને એ વાગોળ્યા કરતા હોય. પછી એ શત્રુ કેઈ નિકટને સ્વજન હોય કે દૂર રહેનાર વ્યકિત હોય પણ દ્વેષી માનવનું અંતઃકરણ આવા ભાવથી ધમધમ્યા જ કરતું હેય. જેનાં કારણે કર્મબંધ પણ ખૂબ થાય છે, અને વર્તમાન જીવન પણ અશાંતિ-અસંતેષ માં વીતે છે. શાસ્ત્રમાં કર્મબંધનાં મૂળ કારણ રાગ અને દ્વેષ જ કહ્યાં છે. જીવ જેટલા પાપ કરે છે તેનાં મૂળ કારણમાં કોઈ ને કઈ પ્રકારને રાગ અથવા ઠેષ જ હોય છે. તેથી જ આપણાં જ્ઞાની પુરુષ એ. રાગ-દ્વેષને જીતવાને પુરુષાર્થ કરવા કહ્યું છે. જૈન પરંપરાની આખી યે સાધનાને સાર એટલો જ છે કે રાગ-દ્વેષને જીતે. બસ, બે જીતાણું એટલે બધું જ જીત્યાં. મનમાં એટલે વિશ્વાસ જે જીવને દઢ થઈ જાય કે રાગ-દ્વેષ તજવા જેવા છે. તેને પંપાળીને પિષવા જેવા નથી તે એ ભાવે ધીરે—ધીરે છૂટતાં જાય. જીવે આ જ પુરુષાર્થ કરી લેવું જોઈએ. કેઈપણ જીવ કે અજીવ પ્રત્યે દ્વેષ ભાવ જાગ્યે હોય તે તસ મિચ્છામિ દુક્કડં. બારમું પાપ કલહ - કલહ એટલે કલેશ, ઝઘડે. જે વ્યક્તિમાં અસહિષ્ણુતા અને સંકુચિતતા હોય છે. તે જ નિમિત્ત મળતાં વાણીને