________________ અન્ય અનેક નથી મારા જીરે, સાથે જ માનવ આયણ 293 જીવન જીવવાને અધિકાર આપણે છે તેમ સહુને છે. વળી તમે જે કંઈ મેળવ્યું છે તે માત્ર તમારા જ પુરુષાર્થથી નથી મળ્યું. તમારું ભાગ્ય ભલે કામ કરતું હશે પણ અન્ય અનેક જીવોની મહેનત તેમાં ઉમેરાઈ છે. તેથી માનવનું એ કર્તવ્ય થઈ પડે છે, કે તે સારી રીતે જીવે, સાથે અન્ય ને પણ જીવવામાં સહાય કરે. પિતાની પાસે રહેલી પૂંજીમાં મમત્વની ભાવના જ પરિગ્રહ છે. મમત્વ સર્વ દોષનું મૂળ છે. મમત્વ જ તૃષ્ણને વધારનાર છે. વળી બીજી રીતે વિચાર કરીએ તે સમાજમાં કંઈક છે, સમાજ માને, પૂજે, માન આપે. એવી ભાવનાથી પણ ધન મેળવવાની લાલસા વધતી જાય છે. ધન વિના કેઈ નહીં બોલાવે. માટે પાપ કરીને પણ પૈસે એકઠો કરે એવી વૃત્તિ કાયમ રહે છે. આ બધું જ માત્ર ક્ષણિક છે. માનવ પિતાનાં સદાચારથી, પોતાની આગવી પ્રતિભાથી સમાજમાં ઊંચ-સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આવી શ્રદ્ધા રાખી તૃષ્ણ અને લાલસાને ઓછી કરવા પ્રયાસ થે જરૂરી છે. - પાપથી આવતા પૈસાને પરિગ્રહ કઈરીતે હિતકારી નથી એ વિશ્વાસ હૃદયમાં બેસી જ જોઈએ. અંતરમાં રહેલ ધનની અમાપ તૃષ્ણા કેટકેટલા પાપ-પ્રપંચ કરાવે છે ? એ સર્વ પ્રપંચો આત્મા માટે પરંપરાએ દુઃખકર્તા જ છે. જે જીવનમાં સંતોષ અને તૃપ્તિ હોય તે આવા પ્રપંચથી જીવ બચી જાય. ધનની આસકિત એ પ્રપંચે કરાવ્યા હોય અને તેમાં જીને હાની પહોંચાડી હોય ને પરિગ્રહ સંબંધી કેઈપણુ પાપ-દોષ લાગ્યું હોય તે અરિહંત, અનંતાસિદ્ધ, કેવળી પરમાત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડે. છ પાપ ક્રાધા-કોધથી કેણ પરિચિત નહીં હોય? નાના બાળકને પણ ક્રોધ કરતાં આવડે. બોલતા કે બેસતા ન શીખ્યું હોય એવડું બાળક પણ ક્રોધ તે કરે જ. એ તેને શીખવવું ન પડે. આવડા બાળકને કોઈ કરવાનું શું કારણ ? જીવમાં પડેલે અહં. નાના કે મોટા સહુનાં દીલમાં એક ઈચ્છા તે પડી જ હોય કે હું ધારું તેમ થવું જોઈએ. એમ ન થાય તે તરત