________________ " આલેયણું 291 સતેષથી જીવતા શીખવું પડશે. મેળવવું ખરું પણ પાપ કરીને નહીં. ભાગ્યમાં હોય અને સત્ પુરુષાર્થ વડે મળે તે ભલે. એ મેળવવામાં કંઈ વાંધો નથી. વળી હું જ સુખ-શાંતિ આરામથી રહું તેમ નહીં, અન્ય જીવ પણ આનંદ અને શક્તિનો અનુભવ કરે. તે માટે મારા તન-મનથી જે થશે તે બધું જ કરવા હું તૈયાર છું. આવી ભાવના રાખશે તે જીવન સંવાદી અનશે. જીવનને આનંદ અત્યારે લે છે એથી વિશેષ લઈ શકશે. ચોરીનાં વિવિધ પ્રકારમાંથી કઈ પણ પ્રકાર આચરણમાં આવ્યું હોય અને પાપ-દોષ લાગ્યું હોય તે અરિહંત અનંતા સિદ્ધ કેવળી પરમાત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડ. ચોથું પાપ મિથુન : અહીં કામ વૃદ્ધિને મૈથુન કહ્યું છે. માનવ મન વાસના અને વિકૃતિથી ભરેલું હોય છે. જેના જીવનમાં કંઈક સદા. ગારી ગગો કેળવાનો મોકો મળ્યો હોય છે અથવા તે સંસ્કારી વાતાવરણમાં ઉછર્યા હોય તેનાં જીવનમાં સદાચારને સ્થાન હોય. અન્યથા દુરાચાર જીવનમાં પ્રવેશી જાય છે. - આ યુગમાં તે વધેલા વૈજ્ઞાનિક સાધનો એ તમારા બાળકે અણસમજુ હય, કુમળા માનસના હેાય ત્યારથી જ તેનામાં કુ-સંસ્કાર નાખવાના શરૂ કરી દીધા છે. જે બાળકના અવચેતન મનમાં એવા દ્રઢ રીતે બેસી જાય છે કે એ બાળક હજુ કિશોર વયનો ન થયા હોય ત્યાં જ તેની વાણું અને વર્તનમાં આવે છે. પરિણામે તેના જીવનની પવિત્રતા અને નિર્દોષતા નષ્ટ થઈ જાય છે. એ સામાજિક ગુન્હા કરતે થઈ જાય છે. આ છે આજના યુગની દેન ! - તમારા જીવનની વાત કરીએ તે મોટા ભાગના માણસે ભેગા થાય ત્યારે બીભત્સ વાત કરતાં હોય છે. મોઢામાંથી અપશબ્દો કાઢતા હોય છે. આ તેના અંતરમાં રહેલ હલકી વૃત્તિઓનું દર્શન છે, દકિટથી. ભાષાથી, વિચારથી કોઈના પર પણ કુદષ્ટિ કરવી તે દુરાચાર છે. જીવનમાં સને જાળવી રાખવું. જીવનની પવિત્રતા જાળવી રાખવી. દુરાચારને પ્રવેશવા ન દેવે તે છે, સદાચાર. જેનાથી જીવનમાં સદ્ગુની