________________ આયણ 289 એક તે મન, વચન, કાયાની એકરૂપતા, જેવું વિચારે, એવું જ બેલે, એવું જ કરો. બોલવું જુદુ-કરવું જુદુ-વિચારવું જુદુ આ જ મહા ખતરનાક છે. એ જૂઠ તરફ દોરી જાય છે. માટે ત્રણે યોગની એકરૂપતા લાવવાનો પ્રયાસ કરે. - પ્રમત્ત બને ત્યાગ અર્થાત્ બેદરકારી, અસાવધાનીને ત્યાગ કરે. હવે એ તે બધું ચાલે. તેમાં કાંઈ વાંધો નહીં. આવી નીતિ ન અપનાવે. બીજાને પણ વિચાર કરે તે જરૂર સત્યનાં શરણમાં જઈ શકશે. અસત્યનાં જેટલા કારણો કહ્યાં. તેમનું કોઈ પણ કારણ સેવાયું હોય તે અરિહંત અનંતા સિદ્ધ, કેવળી પરમાત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં. ત્રીજુ પા૫ અદત્તાદાન -એને બહુજ સ્કૂલ શબ્દમાં અર્થ કરીએ તે કેઈની માલિકીની ચીજ, તેના માલિકની રજા વગર લેવી તે અદત્ત. જેને બીજા શબ્દોમાં ચોરી કહીએ. આ ભાવને જરા સૂક્ષ્મતામાં જઈને વિચાર કરીએ. ચેરીની ભાવના મનમાં જાગે છે કેમ? મનનાં ઊંડાણમાં જઈને તપાસશું તે ખ્યાલ આવશે કે અંતરમાં બધું જ મારૂં કરી લેવાની જબરદસ્ત લાલસા પડી છે. મન તે એમ વિચારે કે આ વિશ્વમાં જેટલી સંપત્તિ છે તે મને મળી જાય. પણુ એ તે કઈ રીતે શક્ય નથી. તે પછી જેટલી વધુમાં વધુ મેળવી શકાય તે કઈ પણ હિસાબે મેળવવી. તેમાં ન્યાય, નીતિ, પ્રમાણિકતા, સદા ચાર બધું જ નેવે મૂકવું પડે તે મૂકી દેવું પણ ધન જોઈએ. સમાજમાં શ્રીમંત કહેવડાવવાની લાલસા, આ બધું કરાવે. પણ ત્યાં માનવ એ ન વિચારે કે આ બધું કેટલા દિવસ માટે ? બની શકે કે આજે બધાજ પાપ કરીને આ મેળવી લઉં ને કાલે ચાલ્યું જાય. સાંભળે છે ને કે ગવર્નમેન્ટની રેડ પડીને બે-ચાર કિલે સોનું લઈ જાય. જયાં કાંઈ બેલવાને પણ અવકાશ ન રહે. ફરિયાદ કરવાનું સ્થાન જ ન હોય. તમે ગવર્નમેન્ટની ચેરી કરે તે એ તમને આ રીતે લૂંટે. સરવાળામાં કંઈ નહીં. માટે જ વધુમાં વધુ મેળવી લેવાની લાલસાને છેડવી જરૂરી છે. કેઈનાં પેટા કાર્યોને પ્રોત્સાહન આપવું. કેઈને પ્રપંચ કરતાં શીખવવું, નીતિ ભાગ–૩–૧૯