________________ આલોયણું 287 असदभिधानमनृतम् / અસત્ બોલવું તે અસત્ય છે. જો કે અહીં વ્યાપક અર્થમાં અસત્ -ચિંતન અને અસ–આચરણને પણ સત્યમાં જ સમાવી દીધાં છે. અહીં આપણે અસત્ ભાષણ વિશે જ વિચાર કરશું. જે વસ્તુ જે રૂપમાં છે તેને તે રૂપે સર્વથા નિષેધ કરે અથવા હોય તેનાથી વિપરીત કહેવું તે અસત્યને એક પ્રકાર તથા જે સત્ય હોવા છતાં પણ અન્યને પીડા ઊપજે એવું દુર્ભાવના યુક્ત કથન તે બીજે પ્રકાર. આપણું જીવનમાં આ બંને પ્રકારે અસત્યનું ભાષણ થતું હોય છે. કેટલીક વાર પ્રત્યક્ષ રીતે બીજા જોઈ શકતા હોય કે જાણતાં હોય છતાં કહીએ કે આ આમ છે જ નહીં. મને બરાબર ખબર છે. આમ જ છે. પણ આમ નહીં. હડહડતું જૂઠાણું ચાલતું હોય છે. તમારા સંસારને વ્યવહાર તે આમ જ ચાલતા હોય છે. માણસ જુઠું બેલે તેની પાછળ ઘણાં કારણે હોય છે. મોટે ભાગે કઈને કઈ લેભનાં કારણે એ અસત્યને આશરે લે. પહેલી વાત તે એ કે ધન મેળવવાની લાલચે તે ન જાણે કેટલું ખોટું બોલે, ખોટું કરે, ખોટું ચિંતવે. તે અસત્ય ભાષણને વ્યવહાર વેપારી સાથે, ગ્રાહક સાથે સરકારી ઓફિસરે સાથે, બધાં સાથે થતા હોય છે. એ જ રીતે પ્રતિષ્ઠા મેળવવા, ઈજજત વધારવા, પિતાનાં સંતાનોને કે અન્યનાં સંતાનોને વરાવવા-પરણાવવા માટે પણ અસત્યને આશરે આમ ભૌત્તિક ઉપલબ્ધિઓ માટે, પછી તે ગમે તે પ્રકારની હોય પણ તે માટે અસત્ય બેલે. માનવ એ નથી સમજતા કે જુઠું બોલીશ તેથી વધુ ધન-પ્રતિષ્ઠા કે બીજુ પ્રાપ્ત થઈ જશે એવું નથી. એ તે જે સમયે જેટલું જે-જે ભાગ્યમાં છે તે જ મળશે. પુરુષાર્થ કરે જરૂરી છે પણ અસત્યને આશરે લેવો જરૂરી નથી. ક્યાંક સપડાઈ જવાને કે નુકશાન વેઠવાને ભય હોય તે પણ માણસ જુઠું બોલે. પણ એ જાણતા નથી કે અસત્ય છાનું રહે નહીં. આજ નહીં તે કાલે પણ ઉઘાડું તે પડવાનું જ.