________________ 286 હું આત્મા છું જીવનમાં થતી આવી અનેક પ્રકારની હિંસા જીવને અકળાવતી હેય. બચાય તેટલું બચવું છે. એવી ભાવના નિત્ય અંતરમાં રહેતી હોય તે જરૂર તેમાંથી મુક્ત થવાનાં ઉપાય મળે. તેમાં પ્રથમ ઉપાય છે— જીવનને સાદું બનાવવું. આવશ્યક્તાઓને ઓછી કરવી. જેટલી સાદાઈ હશે તેટલી વસ્તુઓને ઊપયોગ ઓછો થશે. બહુ જ મર્યાદિત પદાર્થો વડે જીવી શકશે. જેટલી વધુ મર્યાદા આવશે એટલી હિંસા ઓછી થઈ જશે. આવશ્યકતાનુસાર જ ધન-પદાર્થ-વસ્ત્રો વગેરે લેશે તેથી વધારાની હિંસાથી બચી જશે. બીજું પ્રતિ ક્ષણ જીવનમાં સાવધાની. પ્રમાદ–આળસનાં કારણે હિંસા ન થઈ જાય તેને પૂરો ખ્યાલ રહે. જીવ, અર્થે નહીં પણ અનર્થે જ વધુ દંડાય છે. જે જાગૃતિ હોય તે અનર્થાદંડથી જરૂર બચી શકે. તે છતાં ભૂલ થઈ જાય તે તે ધ્યાન બહાર ન રહે, તે તરફ લક્ષ્ય હોવું ઘટે અને ફરી એવી ભૂલ ન થાય. પાપનું પુનરાવર્તન ન થાય તે ઉપયોગ રહે. સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ઉપાય તે એ કે જીવનની તૃષ્ણ-લાલસાને ઓછી કરવી. જેટલી તૃણ વધારે એટલા રાગ-દ્વેષ વધારે. તૃષ્ણ વધવાથી અંતરની કે મળતા ઓછી થઈ જાય અને કઠેરતા વધે. અને જ્યાં કઠોરતા છે ત્યાં શારીરિક અને માનસિક બંને પ્રકારે અન્ય જીને ત્રાસ દેવાની વૃત્તિ પણ ઊભી જ છે. માટે તૃષ્ણા તથા તૃષ્ણથી ઉત્પન્ન થતાં રાગ-દ્વેષ પર કાબુ મેળવવા પ્રયત્ન સતત નિરંતર રહ્યાં કરે જઈએ. આવા ઉપાયે સમજણ પૂર્વક, જાગૃતિ પૂર્વક જે થતાં રહે તે જરૂરી જીવનમાંથી હિંસાનું પ્રમાણ ઓછું થઈ જાય. ઉપર બતાવેલા હિંસાના કારણમાંથી કઈ પણ કારણનું સેવન થયું હોય અને પાપ-દેષ લાગે હેય તે અરિહંત, અનંતા સિદ્ધ, કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. બીજી પાપ મૃષાવાદ –મૃષા એટલે જૂઠ, અસત્ય. તત્વાર્થ સૂત્રમાં અસત્યનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે