________________ 292 હું આત્મા છું વૃદ્ધિ થાય તે બ્રહ્મચર્ય. પિતે પિતાના આત્માની નજીક જઈ શકે. સ્વમાં સ્થિર થઈ શકે તે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય વ્રતની આરાધના માટે મન, વચન, કર્મથી સર્વથા પવિત્ર રહેવા પ્રયત્ન કરે. “સ્વદરા સંતેષની વાત આપણાં શાસ્ત્રમાં સમજાવી છે તે અતિ ઉત્તમ છે. પુરુષે પિતાની પરણીત સ્ત્રી અને સ્ત્રીએ પિતાના પરણીત પુરુષ સિવાય અન્ય પ્રત્યે કુ-વિચાર પણ ન કરે એ સદાચારી. જીવન જીવવાની ચાવી છે. સહુએ આવા સદાચારી બનવું જોઈએ. આજના આ વિષમ યુગમાં વિકારોથી પીડાતા માનસ વધુ ને વધુ દોષે આચરવા પ્રતિ પ્રેરાય છે. અને જીવન નષ્ટ-ભ્રષ્ટ બની જાય છે. સ્ત્રીએ પર-પુરુષ પ્રત્યે મન-વાણી-વ્યવહારથી નિર્મળ રહેવું જરૂરી છે અને એ રીતે પુરુષ પર સ્ત્રી પ્રત્યે અત્યંત પવિત્ર ભાવના કેળવવાની જરૂર છે. સહુએ પિતાનાં અંતઃકરણને તપાસવાની જરૂર છે. જે કઈ ક્ષણે વિકારી વૃત્તિઓએ ઉછાળા મારીને બિભત્સ વિચાર-વાણી કે વર્તન કરાવ્યું હોય ને બ્રહ્મચર્ય સંબંધી પાપ-દોષ લાગ્યું હોય તે અરિહંત, અનંતા સિદ્ધ કેવળી પરમાત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડ, પાંચમુ પાપ પરિગ્રહઃ પરિગ્રહની વ્યાખ્યા કરતાં શાસ્ત્રમાં કહ્યું. मूच्छा परिग्गहो वुत्तो આસક્તિ એ જ પરિગ્રહ છે. વસ્તુ નાની હોય કે મેટી, જડ હોય કે ચેતન, બાહ્ય હેય કે આંતરિક. અરે! કઈ વસ્તુ ન પણ હોય છતાં તેની આસક્તિમાં વિવેક શૂન્ય થઈ જવું તેનું નામ છે પરિગ્રહ, આ પાપનાં મૂળમાં પણ તૃષ્ણ જ પડેલી છે. એક તે કંઈક મેળવી લેવાની તૃષ્ણા અને બીજી મળ્યા પછી હું જ ભેગવું. મારી પાસે જ રહે. મારી માલિકીનું જ હોય એવી તૃષ્ણા ! જીવન જીવવામાં સાધનોની માલ-મિલ્કત, ધન-ધાન્ય વગેરેની આવશ્યકતા હોય. પણ તેની મર્યાદા હોવી આવશ્યક છે. એટલું જ નહીં, ધારીએ ત્યારે છેડી શકીએ. બીજાને જરૂર હોય તે આપી શકીએ એવી ઉદારતા- અનાસક્તિ હેવી જરૂરી છે.