________________ 282 હું આત્મા છું કહે છે કે પાશ્ચાત્ય દેશના સુપ્રસિદ્ધ વિચારક ફ્રેંકલિને પોતાનું જીવન રેજનીશીથી સુધાયું હતું, તે પિતાના જીવનની પ્રત્યેક ઘટનાને રજનીશીમાં લખતે હતે. પછી તેના પર ચિંતન-મનન કરતે. દર અઠવાડિયે હિસાબ ગણતે કે ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયે ભૂલે વધુ થઈ કે ઓછી ? એ રીતે એ ભૂલને સુધારતે જતા હતા અને ઉન્નતિ કરતે જ હતું. પરિણામ એ આવ્યું કે તે પિતાના યુગને એક શ્રેષ્ઠ સદાચારી અને પવિત્ર પુરુષ મનાવા લાગે. ફેક્લીનની રોજનીશી કરતાં આપણું પ્રતિક્રમણ અધિક શ્રેષ્ઠ છે. આપણે અઠવાડિએ એકવાર નહીં પણ રેજ સવાર સાંજ બે વાર આપણી રેજનીશી તપાસીએ છીએ. આપણું જીવનની રોજનીશી રૂપ પ્રતિક્રમણ આજકાલથી નહિ, હજારે લાખ વર્ષોથી પણ નહિ, અનાદિકાળથી ચાલ્યું પર વિજય પ્રાપ્ત કર્યો છે. અંતે ભગવત પદ-સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું છે? હવે આપણે એ વિચારીએ કે પ્રતિક્રમણ કેટલા પ્રકારનાં છે? કાળભેદ થી ત્રણ પ્રકાર બતાવ્યા છે. (1) ભૂતકાળમાં લાગેલા દોષેની આલેચના કરવી તે (2) વર્તમાન કાળમાં, સંવર દ્વારા આવતા દોષોથી બચવું તે (3) ભવિષ્યમાં દેને રોકવા માટે પ્રત્યાખ્યાન કરવા તે. તેમજ પ્રતિકમણ કોનું-કેનું કરવું ? જીવને સંસારમાં ભમાવનાર કર્મની પરંપરાને વધારનાર, જેને કારણે છે, તેનું પ્રતિક્રમણ થવું જરૂરી છે. (1) મિથ્યાત્વ (2) અવ્રત (3) પ્રમાદ (4) કષાય (5) અશુભ ગ. આ પાંચનું પ્રતિકમણ કરવું જરૂરી છે. મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યક્ત્વ ધારણ કરવું. અવિરત દશા છોડી યથાશક્તિ વિરતિને સ્વીકાર કર. પ્રમાદને ત્યાગ કરી, અપ્રમત્ત ભાવને પ્રાપ્ત કરે. કષાયને ત્યાગ કરી ક્ષમાદિ ગુણ પ્રાપ્ત કરવા અને વિકસાવવા તથા સંસારવર્ધક - વ્યાપારને ત્યાગ કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈએ. આ સિવાય અન્ય પ્રકારે આચાર્ય ભદ્રબાહુ સ્વામી આવશ્યક નિર્યું ક્તિમાં પ્રતિકમણ સંબંધી ઘણું ગંભીર વિચારધારા ઉપસ્થિત કરે છે.