________________ 281 આયણ મનની ગતિ ધર્માભિમુખ જ રહે. જરાપણ વિચલિત ન થાય તે દાવે વ્યર્થ છે, વળી પ્રતિકમણ કેવળ જૂના દોષ દૂર કરવા માટે જ નથી, પરંતુ ભવિષ્યમાં દેશની સંભાવના ઓછી કરવા માટે પણ છે. પ્રતિકમણ કરતી વખતે જે ભાવ વિશુદ્ધિ રહેશે તે સાધકનાં સમયને શક્તિશાળી અને તેજસ્વી બનાવશે. પાપાચરણ પ્રત્યે ઘણું વ્યકત કરવાનું જ પ્રતિકમણનું ધ્યેય છે. પાપ કર્યું હોય કે ન કર્યું હોય, એ પ્રશ્ન મુખ્ય નથી. - સાધક માટે મેટી વાત તે એ છે કે તે પાપ પ્રત્યે વૃણે વ્યકત કરી શકે છે કે નહીં, પાપ પ્રત્યે અંતરમાં વૃણા જાગવી એ જ મટી સાધના છે. સાધક પાપને ધિક્કાર થશે તે જરૂર પાપો નાશ થશે. કારણ જેના પ્રત્યે અત્યંત ધૃણ હોય તેનાથી સહજ દૂર થઈ જવાય છે. આલોચના કરીને, પાપનું પ્રાયશ્ચિત લઈને જે આપણે પાપને પરભાવ માનશું, આપણાં વિરોધી માનશું. આત્મ-સ્વરૂપનાં ઘાતક માનશું તે ફરી આપણું જીવનમાં પાપને પ્રવેશ નહીં થાય. પાપથી દૂર જ રહીશું. આમ પાપનું પ્રતિક્રમણ માત્ર ભૂતકાળની ભૂલેને જ નાશ કરે છે, તેમ નથી પણ ભવિષ્યનાં પાપોથી પણ બચાવે છે. જૈન સંસ્કૃતિનું પ્રતિક્રમણ પણ જીવનરૂપી ખાતાવહીનું બારીક નિરીક્ષણ છે. સાધકે પ્રતિદિન સવારે અને સાંજે એ જોવાનું હોય છે કે તેણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું ? અહિંસા, સત્ય અને સંયમની સાધનામાં તે કયાં સુધી આગળ વધ્યો છે ? કયાં-કયાં ભૂલે કરી છે. દશકાલિક સૂત્રની મૂલિકામાં કહ્યું છે કે વિં બે વાર જિં વિદા સે ! હે સાધક ! તું પ્રતિદિન વિચાર કર કે મેં શું-શું કરી લીધું છે અને આગળ શું કરવાનું બાકી રહ્યું છે ? વૈદિક ધર્મનાં ગ્રન્થ ઈષાવાસ્યોપનિષદમાં કહ્યું છે ? # સૂર કરેલા કાર્યોને યાદ કર.