________________ 280 હું આત્મા છું સેવાય તેનો માનસિક નિર્ણય તે પ્રતિક્રમણ, આમ બંને આત્મિક ભાવેની શુદ્ધિ તરફ લઈ જનાર રાજપથ છે. . આવશ્યક સૂત્રની ટીકામાં હેમચંદ્રાચાર્ય કહે છે કે :स्वस्थानाद् यत्पर स्थानं, प्रमादस्य वशाद् गतः / तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते // પ્રમાદવશ શુભ યેગમાંથી નીકળી અશુભ યોગ પ્રાપ્ત કરેલ હોય, ત્યારે પુનઃ શુભ યોગ પ્રાપ્ત કરી લેવા તેનું નામ પ્રતિક્રમણ છે. વળી क्षायोपशमिकाद् भावादौदयिकस्य वशं गतः / / तत्रापि च स एवार्यः प्रतिक्लगमात्स्मृतः // રાગ-દ્વેષાદિ ઔદયિક ભાવ સંસારને માર્ગ છે. અને સમતા ક્ષમા, દયા, નમ્રતા આદિ ક્ષપશમ ભાવ મેક્ષમાર્ગ છે. ક્ષાપથમિક ભાવથી ઔદયિક ભાવમાં પરિણત થયેલ સાધક જ્યારે પુનઃ ઔદયિક ભાવથી ક્ષાપશમિક ભાવમાં પાછા આવે છે. તેને પણ ભારેથી પાછા ફરવાના કારણે પ્રતિક્રમણ કહેવાય છે. જીવ સ્વભાવને ભૂલી, પરભાવમાં જાય છે તે પ્રમાદનાં કારણે જ જાય છે. તે જ મોટી ભૂલ છે. ભૂલ છે તે એક રોગ છે. અને પ્રતિક્રમણ તેની અચૂક ઔષધિ છે. જે કઈ દેષ ન લાગ્યો હોય તે પણ પ્રતિક્રમણ કરવું આવશ્યક છે. તેમ કરવાથી દેશ પ્રત્યે અરુચિ ચાલુ રહેશે, જીવન જાગૃત રહેશે. પરિણામે ભવિષ્યમાં ભૂલ થવાની સંભાવના ઓછી થઈ જશે. કેટલાક લેકે એમ કહેતાં હોય છે કે અમે પાપ કરતાં જ નથી તે આલોચના કે પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? વળી વ્યર્થ પ્રતિક્રમણનાં પાઠ બોલવાથી શું લાભ? તેઓને આપણે કહીએઃ પ્રથમ તે મનુષ્ય જ્યાં સુધી છદમસ્થ છે અને પ્રમાદી છે ત્યાં સુધી કેઈ દોષ લાગે જ નહીં તેવું કેવી રીતે કહી શકાય ? મન, વચન, કાયાનાં યુગ પરિસ્પંદાત્મક છે અને તેમાં ક્યાંય પણ કષાય ભાવનું મિશ્રણ થયું કે પછી દોષ લાગ્યા વિના નહીં રહે. રાત્રી અને દિવસ