________________ આલેયણા 283 તેમણે સાધક માટે ચાર વિષયનું પ્રતિકમણ બતાવ્યું છે. આ ચાર કારણે સૂમ દષ્ટિથી ચિંતન કરવા ગ્ય છે - (1) હિંસા, અસત્ય આદિ જે પાપ કર્મોને શ્રાવક તથા સાધુ માટે નિષેધ કરેલ છે. તે કર્મ કદી બ્રાન્તિવશ કર્યું હોય તે પ્રતિક્રમણ કરવું જોઈએ. (2) શાસ-સ્વાધ્યાય, પ્રતિલેખના, સામાયિક આદિ જે કાર્યો કરવાનું શાસ્ત્રમાં વિધાન કરેલ છે તે ન કરવામાં આવ્યા હોય તે તેનું પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. કર્તવ્ય હેય તે ન કરવું તે પણ એક પાપ છે. (3) શાસ્ત્ર પ્રતિપાદિત આત્માદિ તની સત્યતાના વિષયમાં સહ આ હેય અર્થાત્ અશ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય તે તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ. તે માનસિક શુદ્ધિનું પ્રતિક્રમણ છે. (4) આગમ વિરૂદ્ધ વિચારોનું પ્રતિપાદન કર્યું હોય અથાતુ હિંસાદિ ના સમર્થક વિચારની પ્રરૂપણ કરી હોય તે પણ પ્રતિકમણ કરવું જોઈએ. આ વચન શુદ્ધિનું પ્રતિક્રમણ છે. હવે આ ચારેય કારણ પર વિસ્તારથી ચિંતન કરીએ. પ્રથમ કારણમાં હિંસા -અસત્ય આદિ પાપ કર્મોની આલોચના કરવા કહ્યું. હિંસાદિ અઢાર, પાપ છે. માનવનાં જીવનનાં એ છે_વ અંશે આ પાપ થયા જ કરતાં હેય છે. જીવન-વ્યવહારની સાથે આ પાપ જોડાયેલા જ છે. પ્રથમ પ્રાણુતિપાત : અન્ય સર્વ વ્રતમાં અહિંસા પ્રધાન છે. તેથી તેનું સ્થાન પ્રથમ છે. અહિંસા વ્રત, પ્રધાન છે માટે તેનાથી વિરોધી હિંસાની વૃત્તિની વાત પણ પહેલાં કહીશું. અઢાર પામસ્થાનકમાં પણ તેનું પહેલું સ્થાન છે. ત્યાં જે શબ્દ વાપરવામાં આવે છે તે છે પ્રાણાતિપાત. પ્રાણને અતિપાત અર્થાત્ પ્રાણવધ તે હિંસા. કેઈ જીવની સર્વથા ઘાત કરી નાખવી, તેને શારીરિક, માનસિક પીડા પહોંચાડવી, તેને કઈ રીતે દુઃખી કરે તે બધું જ હિંસાની વ્યાખ્યામાં સમાઈ જાય છે. આપણે એ વિચારીએ કે આપણું જીવનમાં આવી હિંસા શા માટે થાય છે? તેને રોકી શકાય કે નહીં?